સુખસર / 35 વર્ષીય મહિલાને હત્યારાએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

A 35-year-old woman murdered by a killer

  • પતિ અને બે પુત્રી10 દિવસથી મોડાસા બાજુ મજુરી કામે ગયા હતાં 

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 01:14 PM IST

સુખસરઃ સાગડાપાડા ગામના માલાબારીયા ફળિયા ખાતે રહેતા કિરીટભાઈ જીથરાભાઈ અમલીયારના લગ્ન નીંદકાપૂર્વ ચાંદલી ફળિયા ખાતે રહેતી વનીતાબેન ઉંમર વર્ષ ૩૫ સાથે દશેક વર્ષ અગાઉ થયા હતાં. પતિ કિરીટભાઈ અમલીયાર ગત દશેક દિવસ અગાઉ બે પુત્રીઓ સાથે મોડાસા બાજુ મજુરી કામે ગયેલ હતા.જ્યારે વનીતાબેન તથા તેના નાના પુત્ર સાથે નવીન મકાનનું બાંધકામ ચાલુ હોય ઘરે હતા. અને આ મકાનનું બાંધકામ વનીતાબેનના પિયરના લોકો દ્વારા ચણતર કામ કરવામાં આવી રહ્યું હતુ. અને વનીતાબેન ચણતર મજૂરી કામમાં મદદ કરી રહ્યા હતા.

ગળું દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા

ગતરોજ સાંજના ચારેક વાગ્યા સુધી સહી-સલામત વનીતાબેનના સસરા જીથરાભાઈ અમલીયારે પુત્રવધુ વનીતાબેનને જોયા હતા. આજરોજ વહેલી સવારે ખેતરમાં ગયેલા કાકા સસરા વકાભાઇ અમલીયારે વહુ ખેતરમાં સૂઇ ગયેલ છે અને ઉઠતાં નથી તેવી બૂમ પાડતા લોકો દોડી આવ્યા હતાં.તપાસમાં મૃત મળેલી વનીતાના ગળાના ભાગે તાજો ઉઝરડો તથા સોજો આવી ગયેલ નજરે પડ્યો હતો. પ્રથમ નજરે જોતાં વનીતાને ગળું દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે જીથરાભાઇની ફરિયાદના આધારે સુખસર પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો દાખલ કર્યો છે. વનીતાનું ગળુ ભીંચી દેતા મોત થયાનું પીએમમાં સામે આવ્યુ છે.

X
A 35-year-old woman murdered by a killer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી