તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોજદારી ગુનો:કતારગામની 13 વર્ષીય કિશોરીનું અપહરણ કરી નેપાળ લઇ જનાર પકડાયો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કતારગામ વિસ્તારમાં રહેતી 13 વર્ષિય કિશોરીનું અપહરણ કરીને નેપાળ લઈ જનાર આરોપી યુવકની પોલીસ ધરપકડ કરી છે. યુવકે કિશોરી સાથે શરીર સંબંધ બાંધતા પોલીસે બળાત્કારની કલમ ઉમેરી છે.કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કતારગામમાં પારસ સોસાયટી વિસ્તારમાં રહેતી 13 વર્ષિય રાગીની( નામ બદલ્યું છે)20 ઓક્ટોબરના રોજ ગુમ થઈ હતી. પરિવારને ખબર પડી કે રાગીનીને પારસ સોસાયટી વિસ્તારમાં રહેતો રૂપેશ ઉર્ફે વિક્રમ રામલાલ ભાદી( 20 વર્ષ,રહે. બઉનીયા ગામ,જિલ્લો કૈલાલી,નેપાળ) ભગાવી ગયો છે.તેથી રાગીનીના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કતારગામ પોલીસે રૂપેશના પરિવાર પર દબાણ વધારતા રૂપેશે નેપાળથી ભારતની હદમાં આવીને રાગીનીને એકલી ટ્રેનમાં બેસાડી દીધી હતી.

રાગીની એકલી સુરત આવી હતી. ત્યાર બાદ પોલીસે રૂપેશને પકડવા માટે દબાણ ચાલુ રાખતા તે બે દિવસ પહેલાં સુરત આવી ગયો હતો. રૂપેશે કબુલાત કરી હતી કે તેને રાગીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી પોલીસે તેની વિરુદ્ધ બળાત્કારની કલમ ઉમેરી હતી. કતારગામ પોલીસે આરોપી રૂપેશને ઝડપી પાડયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો