સ્ટાર્ટઅપ / 31 વર્ષીય શિવેન્દ્રસિંહનો નવતર પ્રયોગ, ગુડગાંવમાં 'બાર્ટન બ્રીઝ' શરૂ કરીને ઓર્ગેનિક શાકભાજી ઊગાડી રહ્યો છે

shivendra singh planting organic vegetables in his startup company barton breeze

divyabhaskar.com

Apr 26, 2019, 04:38 PM IST

દિલ્હીઃ આજકાલ કૃષિ ક્ષેત્રને શ્રેષ્ઠ બનાવવા તેમાં પણ નવતર પ્રયોગો થવા લાગ્યા છે. તેમજ સાથે એવો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લોકોને કેમિકલમુક્ત ઓર્ગેનિક શાકભાજી આપવામાં આવે. આવા જ પ્રયાસમાં જોડાઈ ગયું છે ગુંડગાંવનું સ્ટાર્ટઅપ 'બાર્ટન બ્રીઝ.' શાકભાજી ઉગાડવા માટે વપરાતા કેમિકલ્સ અને જંતુનાશકો તેના પોષક તત્વો ઘટાડી દે છે. પરંતુ ગુડગાંવનું એક સ્ટાર્ટઅપ 'બાર્ટન બ્રીઝ' ફક્ત પાણીની મદદથી જ છોડ ઉગાડવાનું પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સ્ટાર્ટઅપની શરૂઆત 2016માં 31 વર્ષીય શિવેન્દ્રસિંહ દ્વારા દુબઈ અને સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં તેની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી. આ સ્ટાર્ટઅપનો ધ્યેય ટેક્નોલોજીની મદદથી કૃષિ ક્ષેત્રમાં નવાં સંશોધનો કરવાનો છે.


દુબઈમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે કંપની શરૂ કરી હતી
આ સ્ટાર્ટઅપ હાઇડ્રોફોનિક્સ ટેકનોલોજીની મદદથી છોડ ઊગાડે છે.તેમાં ફક્ત પાણીનો ઉપયોગ થાય છે. પાણીમાં હાજર પોષક તત્વોની મદદથી છોડ વિકાસ પામે છે. તેના કારણે ઓછા પાણીમાં વધુ શાકભાજીનું ઉત્પાદન થાય છે. કંપની સમગ્ર વર્ષ દરમિયાન ગ્રાહકોને કેમિકલ અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર ઊગાડવામાં આવેલી શાકભાજી આપે છે. આ શાકભાજીઓ પર હવામાનમાં આવતા ફેરફારોની કોઈ અસર થતી નથી. અત્યારે 'બાર્ટન બ્રીઝ' સ્ટાર્ટઅપ 28 પ્રકારના પાક સમગ્ર ભારતમાં ઉગાડી રહી છે. તેમાં ખાવાલાયક ફળો, 8 પ્રકારના બેલ પેપર, પાંદડાવાળા શાકભાજી, અનેક પ્રકારના ટામેટાં અને લીલા શાકભાજીનો સમાવેશ થાય છે.


IIM અમદાવાદમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યાં પછી શિવેન્દ્ર તિવારીએ આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. વર્ષ 2016માં દુબઈમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પાછળથી એગ્રો ટેક્નોલોજિસ્ટ રત્નાકર રાય પણ કો-ફાઉન્ડર તરીકે જોડાયા હતા. દુબઈના બજારમાં જોડાયા પછી સ્ટાર્ટઅપે 2017માં ભારતમાં આ ટેક્નોલોજીનો પ્રારંભ કર્યો. એક જ વર્ષમાં હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કંપનીએ 6 ઓટોમેટેડ ખેતરો સ્થાપિત કરી દીધાં છે. આ કંપની સીધા ગ્રાહકોને જ શાકભાજી વેચતી હોવાથી અહીં લોકોને બજાર કરતાં ઓછા ભાવમાં શાકભાજી મળે છે.

X
shivendra singh planting organic vegetables in his startup company barton breeze

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી