મિશાલ / ગાંધીધામની મહિલા PSI બે બ્યૂટી કોન્ટેસ્ટ જીતી, પોલીસ અને પરિવારની ફરજ પણ બજાવી

DivyaBhaskar.com | Updated - Jan 24, 2019, 03:20 PM
gandhidham news, psi mahinder kaur wol two beauty contest
X
gandhidham news, psi mahinder kaur wol two beauty contest

  • મિસિસ દિવા ગુજરાત સ્પર્ધામાં 50 મોડેલો વચ્ચે રનર્સ અપ અને મિસિસ કચ્છમાં દ્વિતિય
  • કોઇ પણ મહિલા ધારે તેવી સફળતા મેળવી શકે છે- મહિલા પીએસઆઇ
  • સાસરિયાના પરિવારે કારકીર્દી ઘડવામાં પુરો સાથ સહકાર આપ્યો: મહિન્દર કૌર

ગાંધીધામ: આદિપુરમાં રહેતા અને હાલ જ બદલી વડોદરા ખાતે ફરજ બજાવતા મહિલા પીએસઆઇએ પરિવારની જવાબદારી પણ નિભાવી બે બ્યૂટી કોન્ટેસ્ટમાં રનર્સ અપનું સ્થાન મેળવી સાબિત કર્યું છે કે જો જોબ અને પરિવારમાં સુમેળ સાધી સમયને સાચવી લેવામાં આવે તો કોઇ પણ મહિલા ધારે તેવી સફળતા મેળવી શકે છે સાથે તમામ જવાબદારીઓ નિભાવવા છતાં પોતાના મનોરથ પુર્ણ કરી શકે છે. 

નારી ધારે તેવી સફળતા મેળની શકે છે: મહિન્દર કૌર
1.ગાંધીધામ, અંજાર અને આદિપુર ખાતે પીએસઆઇ તરીકે ફરજ નિભાવી ચુકેલા અને આદિપુરમાં રહેતા મહીલા પીએસઆઇ મહિન્દરકૌર બાલકરસિંઘ શેરગીલે ગત 23 ડિસેમ્બરે ગાંધીધામ ખાતે યોજાયેલી રાજ્યસ્તરની બ્યૂટી કોન્ટેસ્ટ મિસિસ દિવા ગુજરાતમાં 50 મોડેલોમાં દ્વિતિય ક્રમે રહી રનર્સ અપ મેળવ્યો તો 6 જાન્યુઆરીના યોજાયેલા મિસિસ કચ્છ સ્પર્ધામાં પણ બીજા ક્રમાંકે રહી પોલીસ ઓફિસર તરીકેની અઘરી ફરજ નિભાવવાની સાથે પરિવારની જવાબદારી નિભાવી મેળવેલી આ સિદ્ધિથી સાબિત કર્યું છે કે કોઇ પણ નારી ધારે તેવી સફળતા મેળવી શકે છે.
મહિન્દર કૌર કોલેજ સમયમાં હેન્ડબોલના સારા ખેલાડી હતા
2.પોલીસની અઘરી જવાબદારી સાથે પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવી આ બ્યૂટી કોન્ટેસ્ટમાં સિદ્ધિ મેળવનાર પીએસઆઇ શેરગીલનો જન્મ અમદાવાદમાં થયો છે, કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવવાની સાથે પોતાના કોલેજકાળમાં હેન્ડબોલના સારા ખેલાડી રહી ચુક્યા છે અને નેશનલ કક્ષા સુધી રમી ચુક્યા છે. તો વર્ષ-2007 થી વર્ષ-2010 સુધી એર ઇન્ડીયાના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી ચુક્યા છે. વર્ષ-2010માં ગુજરાત પોલીસ દળમાં પીએસઆઇ તરીકે જોડાયા હતા. હાલ આદિપરુથી તેમની બદલી વડોદરા થઈ છે. 
PSIને તેમના પરિવારનો પુરો સાથ રહ્યો છે
3.બે બ્યૂટી કોન્ટેસ્ટ જીતનારા આ મહિલા પીએસઆઇનું સાસરીયું આદિપુરમાં છે, ત્રણ વર્ષના પુત્ર ગુરશીવસિંઘની માતા પીએસઆઇ શેરગીલ જણાવે છે કે મુળ અમૃતસરના હાલે આદિપુર સ્થિત તેમના પતિ જશજિતસિંઘ ચહલ શેરમાર્કેટનું કામકામજ કરે છે, સાસુ ભુપિન્દરકૌર ચહલ અને દિયર જગદિપસિંઘ એમ મારા સાસરિયાના પરિવારે મારી કારકિર્દી ઘડવામાં મને પુરો સાથ અને સહકાર આપ્યો છે. 
પુર્વ કચ્છ એસપીએ સાથે સહકાર આપ્યો
4.આ બ્યુટી કોન્ટેસ્ટ માટે મને બ્યૂટી પાર્લર ચલાવતા જ્યોતિબેને તૈયાર કર્યા બાદ મેં જ્યારે આ બાબતે પુર્વ કચ્છ એસપી પરિક્ષિતા રાઠોડને જાણ કરતાં તેમણે પરમિશન આપવાની સાથે સારો સહકાર પણ આપ્યો હતો જેના કારણે હું આ સિદ્ધિ મેળવી શકી છું તેવું મહિલા પીએસઆઇએ જણાવ્યું હતું. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App