મિશાલ / કેરળના મુસ્લિમે ગુજરાતની હિન્દુ મહિલા સાથે લગ્ન કરી સંસાર વસાવ્યો

DivyaBhaskar.com | Updated - Jan 24, 2019, 03:35 PM
bharuch news keralas muslim youth married with Hindu girl in 1973
X
bharuch news keralas muslim youth married with Hindu girl in 1973

  • ભરૂચનો અનોખો પરિવાર જ્યાં દિવાળીના દિપક પ્રગટે, ઇદમાં સેવૈયા બને અને નાતાલમાં ક્રિસમસ ટ્રી સજે છે
  • કોમી વૈમનસ્ય માટે માત્ર બે જ વસ્તુ જવાબદાર છે એક રાજકારણ અને બીજુ ગરીબી: કમાલુદ્દીન
  • JKCP તરીકે ઓળખાતા પરિવારમાં ત્રણેય ધર્મના તહેવારો એક જ છત નીચે ઉજવવામાં આવે છે

ભરૂચ:  સાંપ્રત સમયમાં દેશમાં કોમી વૈમનસ્ય કેન્સરની બીમારીની જેમ ફેલાય રહયું છે ત્યારે ભરૂચમાં એક પરિવાર એવો પણ છે જે કોમી એકતા અને ભાઇચારાની મિશાલ પુરી પાડી રહ્યો છે. મુસ્લિમ પતિ અને હિંદુ પત્નીએ તેમના એક સંતાનનું નામ મુસ્લિમ, બીજાનું નામ હિંદુ અને ત્રીજાનું નામ ક્રિસ્ચીયન રાખ્યું છે. જેકેસીપી તરીકે ઓળખાતા પરિવારમાં ત્રણેય ધર્મના તહેવારો એક જ છત નીચે ઉજવાય છે.

કમાલુદ્દીનને ત્રણ મિત્ર હતા, ત્રણેય મંદિર, મસ્જિદ, ચર્ચ જતા
1.શહેરની મુકતિનગર સોસાયટીમાં રહેતા અને ONGCના નિવૃત કર્મચારી કમાલુદ્દીન જણાવે છે કે, 1963ની સાલમાં તેઓ કોટીયમ પોલીટેકનીક કોલેજમાં ડિપ્લોમા મેકેનિકલનો અભ્યાસ કરતા હતા. ત્યારે તેમના બે જીગરજાન મિત્રોમાં એક ખ્રિસ્તી અને બીજો હિંદુ હતો. તેઓ ત્રણેય શુક્રવારે મસ્જિદ, શનિવારે મંદિર અને રવિવારે ચર્ચમાં જતાં હતાં. એક દિવસ તેઓ ગામમાં તેમના બંને મિત્રો સાથે મસ્જિદમાં ગયા ત્યારે તેમના મિત્રોને રોકવામાં આવ્યાં હતાં. 
1975માં બદલી થતા અંકલેશ્વર રહેવા આવ્યા હતા
2.આ ઘટના બાદ તેમણે બાઇબલ, કુરાન, ભગવદ ગીતા અને રામાયણનો સઘન અભ્યાસ કર્યો અને તેમાંથી સારાંશ નીકળ્યો કે માણસ સારો હોવો જોઇએ. અભ્યાસ બાદ તેમને ONGCમાં અમદાવાદ ખાતે નોકરી મળતા કેરાલા છોડી અમદાવાદ આવ્યાં હતાં. અમદાવાદમાં તેમના ઘરની સામે રહેતી જયાબેન સાથે પ્રેમ થયો અને લગ્ન કરવાનો નિર્ધાર કર્યો હતો. સામાજિક વિરોધ વચ્ચે મિત્રો અને કંપનીના કર્મચારીઓના પીઠબળથી ખંભાતની કોર્ટમાં જયાબેન સાથે 1973ની સાલમાં લગ્ન કર્યા હતાં. 1975માં તેમની બદલી અંકલેશ્વર ખાતે થતાં તેઓ ભરૂચમાં રહેવા આવી ગયાં હતાં. 1975માં આ દંપતિને પહેલી પુત્રીનો જન્મ થયો હતો. નર્સે પુત્રીનું નામ ક્રિસ્ટીયના રાખવા જણાવ્યું હતું અને તે જ નામ રાખવામાં આવ્યું હતું.
પુનમના દિવસે પુત્રીનું જન્મ હોવાથી પૂર્ણિમાં નામ રાખ્યું
3.1980માં બીજી પુત્રીનો જન્મ થયો અને તે દિવસે પુનમ હોવાથી નામ રખાયું પુર્ણીમા, 1986માં જયારે પુત્રનો જન્મ થયો ત્યારે હું કતારમાં હતો પણ એક મુસ્લિમ મિત્રના કહેવા પર નામ રખાયું જુનેદ. આમ પરિવારમાં હવે જયાબેન, કમાલુદ્દીન, ક્રિસ્ટીયના, પુર્ણિમા અને જુનેદ થઇ ગયા અને અમે અમારા પરિવારનું નામ રાખી લીધું જેકેસીપી. આજદિન સુધી અમને કોઇ સામાજીક બંધન કે વિધ્ન નડયાં નથી. કોમી વૈમનસ્ય માટે માત્ર બે જ વસ્તુ જવાબદાર છે એક રાજકારણ અને બીજુ ગરીબી. તેમનો પુત્ર જુનેદ જણાવે છે કે, અમારા ઘરમાં દરેક તહેવાર ઉજવવામાં આવે છે. દીવાળીમાં દીવડાઓ સળગે છે, ક્રિસમસમાં ક્રિસમીસ ટ્રી સજાવવામાં આવે છે અને ઈદમાં સેવૈયા અમારા રસોડાની શાન વધારે છે. અમારા મિત્રો પણ તેમાં સહભાગી બને છે. અમે એક જ વાતમાં માનીએ છીએ. તમે સારા તો તમારી સાથે બધા સારા. 
પરિવારના સભ્યો નામની પાછળ અટક લખાવતાં નથી
4.જેકેસીપી પરિવારનો અર્થ થાય છે. જે ફોર જુનેદ અને જયાબેન, કે ફોર કમાલુદ્દીન, સી ફોર ક્રિસ્ટીયના અને પી ફોર પુર્ણિમા.. પરિવારના સભ્યો પોતાના નામની પાછળ અટક લગાવતા નથી. આગવી ઓળખ માટે તેમણે પોતાનો લોગો અને સ્લોગન તૈયાર કર્યું છે… એક જાતિ, એક ધર્મ, એક ભગવાન સૌના માટે ( one cast, one religion, one god for us) . જુનેદ આ બાબતે જણાવે છે કે, દેશમાંથી અટક પ્રથા નાબુદ થવી જોઇએ કેમ કે આપણે બધા જ ભારતીય છીએ તો પછી અટકથી વિભાજન શા માટે ? 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App