સિદ્ધિ / ભૂજનો શાહિદ મેમણ CAની પરીક્ષામાં સમગ્ર દેશમાં બીજા ક્રમે

DivyaBhaskar.com | Updated - Jan 24, 2019, 12:34 PM
સૌજન્ય: ફેસબુક
સૌજન્ય: ફેસબુક
X
સૌજન્ય: ફેસબુકસૌજન્ય: ફેસબુક

  • શાહિદે 800માંથી 584 માર્ક સાથે ગુજરાતમાં ટોચનું સ્થાન મેળવ્યું
  • સમર્પણ ભાવ અને દરરોજ 10 કલાક અભ્યાસ કરવાથી સફળતા મળી
  • પશ્ચિમ કચ્છમાંથી 18થી 20 યુવાનો પણ CAની પરીક્ષામાં પાસ થયા

ભૂજ: માંડવી તાલુકાના કોડાય ગામનો યુવાન શાહિદ મેમણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયો છે. ગુજરાતમાં તેનો પ્રથમ ક્રમ રહ્યો છે. કોડાયના શાહિદ મેમણે સીએ ફાઇનલની પરીક્ષામાં 800માંથી 584 ગુણ પ્રાપ્ત કર્યા હતાં. કોડાય જેવા નાનકડા ગામમાં અનાજ-રસકસ અને સિમેન્ટના વેપારી શૌકત મેમણના પુત્ર શાહિદે આ સિદ્ધી મેળવતા સમગ્ર ગામમાં આનંદનો માહોલ છવાયો હતો. શાહિદને આ સફળતાનું રાઝ પૂછતા તેણે કહ્યું હતું કે, સમર્પણભાવ સાથે દરરોજ 10 કલાકનો અભ્યાસ કરવાથી આ સફળતા મળી હતી. આ પરીક્ષામાં પાસ થઇ જવાની ઉમ્મીદ હતી. પણ આટલી મોટી સફળતા મળશે તેની કલ્પના પણ નહોતી.

શાહિદે CPT અને IPCCમાં પણ રેન્ક મેળવ્યો હતો
1.શાહિદ મેમણે સીએની પરીક્ષાના તબક્કાઓ દરમિયાન સીપીટીમાં પણ સાતમો રેન્ક અને આઇપીસીસીમાં 42મો રેન્ક મેળવ્યો હતો. તેણે સીપીટી અને આઇપીસીસી ભુજમાંથી કર્યું હતું જ્યારે ફાઇનલ પરીક્ષાની તૈયારી અમદાવાદથી કરી હતી. 
પશ્ચિમ કચ્છમાંથી 18થી 20 યુવાનો પાસ થયા
2.ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાની ભુજ શાખામાં પણ શાહિદ મેમણ દેશભરમાં દ્વિતીય ક્રમે ઉતીર્ણ થતા ખુશીનો માહોલ છવાયો છે. બ્રાન્ચના ચેરમેન દર્શન વી. ખંડોલે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે કચ્છના ઇતિહાસમાં પહેલી વખત ઓલ ઇન્ડિયામાં બીજો રેન્ક કોઇએ મેળવ્યો છે. શાહિદ ઉપરાંત પશ્ચિમ કચ્છમાંથી બીજા 18થી 20 યુવાનો પણ સીએની પરીક્ષામાં પાસ થયા છે. તે સર્વેને પણ બ્રાન્ચ વતીથી થેમણે અભિનંદન પાઠવ્યા હતાં. હાલમાં જીએસટીને કારણે વધારેને વધારે સીએની જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે ઉદ્યોગ-વેપાર-ધંધા તથા પ્રોફેશનલ્સ બંને માટે નવી તકો સર્જાશે એમ તેમણે ઉમેર્યું હતું. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App