આત્મવિશ્વાસ / 42 વર્ષીય સરકારી શિક્ષક જેણે અમસ્તા જ રેસમાં ભાગ લીધો અને પછી 'દોડ'ને જ પેશન બનાવ્યું

42 years old govt teacher randomly took a part in race and then makes running as a passion
42 years old govt teacher randomly took a part in race and then makes running as a passion
42 years old govt teacher randomly took a part in race and then makes running as a passion
X
42 years old govt teacher randomly took a part in race and then makes running as a passion
42 years old govt teacher randomly took a part in race and then makes running as a passion
42 years old govt teacher randomly took a part in race and then makes running as a passion

divyabhaskar.com

Apr 17, 2019, 08:27 PM IST
પંજાબ: 24 કલાક સતત જાગવાનું હોય તો? કદાચ તમે કહેશો કે હા, જાગી શકાય પરંતુ જો 24 કલાક સતત દોડવાનું હોય તો? મોટેભાગે આપણે 100 મીટર, 400 મીટરને વધુમાં વધુ તો મેરેથોન રેસ વિશે સાંભળ્યું હોય, પણ 24 કલાક સતત દોડવાની સ્પર્ધામાં કોઈ 42 વર્ષીય 'સરકારી શાળાનો શિક્ષક' વિજેતા બને તો? અહીં વાત છે, પંજાબના પટિયાલાના એક એવા વ્યક્તિ જે પોતાનો વજન ઉતારવા રોજ ચાલતા અને તેમાંથી પ્રોફેશનલ રનર બની ગયા. 42 વર્ષીય બલરાજ કૌશિકે 'દિવ્ય ભાસ્કર' એપ સાથેની ખાસ વાતચીતમાં પોતાની સ્ટોરી જણાવતાં કહ્યું કે, તેમનું વજન એક સમયે 104 કિલો હતું. વજન ઉતારવા માટે તેઓ રોજ ચાલવા જતા અને પછી એમ જ તેમણે 2018માં એપ્રિલ મહિનામાં હાફ મેરેથોનમાં ભાગ લીધો અને તે રેસ પૂરી કરી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

104 કિલોથી 57 કિલો સુધીની સફર

1.બલરાજ કૌશિકે તેમની જર્ની વિશે જણાવ્યું કે, 'હું 104 કિલોનો હતો, હું નીચે વળીને મારા શૂઝની લેસ પણ બાંધી ન શકતો હતો. મેં વજન ઘટાડવાના ઘણા પ્રયત્નો કર્યા પણ વજન પાછું વધી જ જતું. પછી મેં રોજ ચાલવાનું શરૂ કર્યું અને અમસ્તા જ મેં એકવાર શહેરમાં યોજાયેલી હાફ મેરેથોન (21 કિલોમીટર)માં ભાગ લીધો. ત્યાં મેં બાળકો અને વૃદ્ધોને આ રેસમાં ભાગ લેતા જોયા ત્યારે મને થયું કે, જો આ લોકો કરી શકે છે તો વ્હાય નોટ મી? અને બસ મેં મનમાં નક્કી કરી લીધું કે હું પણ આ રેસ પૂરી કરીશ.'
દિલ માંગે મોર
2.એ હાફ મેરેથોન પૂર્ણ કર્યા બાદ તેમણે ઘણી બીજી ઇવેન્ટમાં પણ ભાગ લીધો. પરંતુ આટલેથી તેઓએ સંતોષ માન્યો નહીં. પંજાબમાં અમૃતસરથી ચંદીગઢ સુધીની 200 કિલોમીટરની રેસ થવાની હતી, આ રેસમાં 60 વર્ષના એક દાદા પણ ભાગ લેવાના હતા અને એમણે બલરાજને કહ્યું કે, તું પણ આ રેસમાં ભાગ લે. બલરાજે જણાવ્યું કે, 'એ દાદાએ જ્યારે મને કહ્યું ત્યારે હું એકદમ બ્લેન્ક થઇ ગયો કે, હું...હું કઈ રીતે આટલું બધું દોડી શકું?  પરંતુ મેં નક્કી કર્યું કે, ના હું દોડીશ. આ રેસમાં 15 ભારતીયો અને 2 વિદેશી લોકોએ ભાગ લીધો હતો તેમાં ભારતીય સ્પર્ધકોમાં હું પહેલા નંબરે આવ્યો હતો.'
અલ્ટ્રા રનિંગ ચેમ્પિયન
3.થોડા સમય પહેલાં ભારતીય એથ્લેટિક ફેડરેશન દ્વારા યોજાયેલી 'સ્ટેડિયમ રન'માં તેઓ વિજેતા બન્યા. આ રેસ બાબતે બલરાજે કહ્યું કે, 'આ રેસમાં અગાઉ 12 કલાક સતત દોડવાની રેસ જ હતી પરંતુ ફેડરેશને રેસના અમુક દિવસ અગાઉ જ જાહેરાત કરી કે હવે 24 કલાક સતત દોડવાની રેસ એટલે કે સ્ટેડિયમ રન યોજાવાની છે. આ રેસ માટે સ્વૈચ્છિક રીતે પહેલું નામ રજિસ્ટર કરાવનારો હું પહેલો હતો.' 
કર હર મૈદાન ફતેહ
4.બલરાજ કૌશિકે અત્યારસુધીમાં ઘણા બધા મેડલ જીત્યા છે. લોકો હવે તેમને તેમના નામથી ઓળખે છે. 'દોડવીર' કૌશિક લાંબા અંતરની દોડમાં ભાગ લે છે. તેઓ દિગ્ગજ 'પેસર' છે. પેસર એટલે એવી વ્યક્તિ જે નિયત સમયમાં નિયત અંતર કાપીને રેસ પૂરી કરે છે. ઉદાહરણ તરીકે 21 કિલોમીટર 55 મિનિટમાં પૂરા કરવાના હોય તો, એક્ઝેક્ટ 55 મિનિટમાં જ અંતર પૂરું કરવાનું હોય છે, ન તેનાથી ઓછો સમય કે ન તેનાથી વધુ સમય. બલરાજે 'પેસર' તરીકે એટલી મહારત હાંસલ કરી લીધી છે કે, હવે તેઓ બીજા લોકોને તેની ટ્રેનિંગ આપે છે. 2018ના ઓગસ્ટ મહિનાથી તેઓ 'મન્થલી રનિંગ ચેલેન્જ' સ્વીકારી રહ્યા છે અને તેમાં પણ તેઓ લીડર છે. આ મન્થલી રનિંગ ચેલેન્જમાં એક મહિનામાં મેકિસમમ અંતર દોડવાનું હોય છે. તેમણે 2018ના ઓગસ્ટ મહિનામાં 1229 કિલોમીટર, ઓક્ટોબરમાં 1565 કિલોમીટર, નવેમ્બરમાં 1199 કિલોમીટર, ડિસેમ્બરમાં 1070 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. 2019ના જાન્યુઆરીમાં તેમણે 1460 કિલોમીટર, ફેબ્રુઆરીમાં 1460 કિલોમીટર અને માર્ચ મહિનામાં 1369 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
મન મેં હૈ વિશ્વાસ
5.બલરાજ નાનપણથી દોડમાં ભાગ લેતા હતા કે તેમને રસ હતો એવું ન હતો પરંતુ નાનપણથી તે મનથી ખૂબ જ સ્ટ્રોંગ હતા. તેઓ ખૂબ જિદ્દી સ્વભાવના છે, મતલબ જો એકવાર મનમાં નક્કી કરી લીધું તો તે કામ પાર પાડીને જ રહેવાનું. બલરાજે કહ્યું કે, 'હું માનું છું કે, મનની શક્તિનો ખૂબ જ પ્રભાવ પડે છે. એકવાર તમે મનથી નક્કી કરી લો તો ત્યારબાદ એ કામ તમે કરી જ શકો.'
20 વર્ષથી ટીચર
6.બલરાજ કૌશિક 9મા ધોરણમાં ભણતા ત્યારથી ઘરની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્યુશન કરાવવાના શરૂ કરી દીધા હતા. હાલ તેઓ સરકારી શાળામાં બાળકોને ભણાવે છે અને ટ્યુશન પણ ચલાવે છે. બલરાજે જણાવ્યું કે, 'એક સમય એવો હતો કે જ્યારે દોડવાની પ્રેક્ટિસ માટે મારે ટ્યુશન બંધ કરવા પડ્યા હતા.' 
વ્હોટ નેક્સ્ટ?
7.બલરાજે પોતાના ભવિષ્યના પ્લાન વિશે વાત કરતાં જણાવ્યું કે, 'હું હવે લાંબા અંતરની જ રેસમાં ભાગ લેવા માગું છું. અત્યારે પણ હું નાણાકીય રીતે થોડો મુંઝાઉં છું કારણકે, લાંબા અંતરની દોડ માટે એ મુજબના શૂઝ, વગેરે સાધનોની જરૂર પડે. નાણાકીય સહાય ન મળવાના કારણે મેં ઘણી રેસ છોડી દીધી છે. પરંતુ હું લાંબા અંતરની જ રેસમાં હવે દોડવા માગું છું.'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી