સિદ્ધિ / દાહોદની પુત્રવધૂ અને હાલ અમેરિકા સ્થિત ફાલ્ગુની શાહ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ

Dahod's daughter-in-law and currently nominated for America's Falguni Shah Grammy Award
X
Dahod's daughter-in-law and currently nominated for America's Falguni Shah Grammy Award

DivyaBhaskar.com

Feb 05, 2019, 12:23 PM IST

સચિન દેસાઈ ,દાહોદ :દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂનું નામ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. હાલ અમેરિકા સ્થિત ફાલ્ગુની શાહનું ‘ફાલુ’ઝ બાઝાર’ આલબમ બેસ્ટ ચિલ્ડ્રન સોંગ્સ કેટેગરીમાં સ્થાન પામ્યું છે. મૂળ દાહોદના લીનાબેન અને દિલીપભાઈ રસિકલાલ શાહના પુત્રવધુ ફાલ્ગુની દલાલ-શાહ જાણીતા ગાયિકા છે. તેમના ‘સ્મરણાંજલિ’ સહિત અનેક આલ્બમ પ્રકાશિત થયા છે.

ફાલ્ગુનીએ ‘ફાલુ’ઝ બાઝાર’ આલ્બમ ચાર વર્ષના પુત્ર નિશાદ માટે બનાવ્યો હતો

1. ફાલ્ગુનીએ અમેરિકાના વ્હાઈટ હાઉસમાં પર્ફોમન્સ આપ્યું છે
કેન્સર નિષ્ણાત અને ગાયક પતિ ડો. ગૌરવ શાહ સાથે લગ્ન થયા બાદ અમેરિકા ખાતે સઘન ટ્રેનિંગ લઇ પણ સંગીતની ધૂણી ધખાવી. અમેરિકાના વ્હાઈટ હાઉસમાં નવે.-2009 માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘના સન્માનમાં ઓબામા સરકાર દ્વારા આયોજિત એક સમારંભમાં સંગીતકાર એ.આર.રહેમાનના સંગીત નિર્દેશનમાં ‘જય હો’ ગીત ગાવા માટે તેમને પણ વિશેષ સ્થાન પ્રાપ્ત થયું હતું. જેમાં તેઓએ પોતાની સુરીલી પ્રસ્તુતિ દ્વારા સહુના મન મોહી લીધા હતા.
2. ભારતની પ્રભાવશાળી મહિલાઓમાં પણ સ્થાન
2015 માં ‘ઇકોનોમિક ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ દ્વારા થયેલા સર્વે મુજબ સૌથી પ્રભાવશાળી 20 ભારતીય મહિલાઓમાં તેમને સ્થાન મળ્યું હતું. 2018 માં તેને ‘વુમેન આઇકોન્સ ઓફ ઇન્ડિયા’ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના નવા આલ્બમ ‘’ફાલુ’ઝ બાઝાર’’ માટે તેમનું નામ દક્ષિણ એશિયામાંથી એકમાત્ર વ્યક્તિ તરીકે નોમિનેટ થવા પામ્યું છે. મૂળ મુંબઈના એવા શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રના 44 વર્ષીય જાણીતા ગાયિકા ફાલુ શાહને આગામી 10 ફેબ્રુઆરીએ લોસએન્જેલિસના ડાઉનટાઉન ખાતે આયોજિત ગ્રેમી એવોર્ડના કાર્યક્રમમાં રેડ કાર્પેટ સન્માન પણ પ્રાપ્ત થશે.
3. આલ્બમના 12 ગીતોમાં બાળસહજ જિજ્ઞાસા
‘ફાલુ’ઝ બાઝાર’ તેના ચાર વર્ષના પુત્ર નિશાદના બાળસહજ પ્રશ્નોમાંથી જન્મ્યું છે. ભાષા, ખાણીપીણીથી લઈને તેના દ્વારા પુછાતા જે તે પ્રશ્નોના પોતાની રીતે સંગીતમય જવાબ તેમાં છે. આ આલ્બમમાં તેમના પતિ અને માતાએ પણ ગાયું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી