રેલવે / ફ્લાઈટની જેમ ટ્રેનમાં પણ મળશે મનપસંદ સીટ પસંદ કરવાનો વિકલ્પ, રેલવે બનાવી રહ્યું છે યોજના

Passenger can choice seat in Indian Railway

  • મળતી માહિતી મુજબ ટિકિટ બુક કરાવતી વખતે રિઝર્વેશન ચાર્ટ જોવા મળશે
  • મુસાફરો ખાલી સીટમાંથી પોતાની મનપસંદ સીટ બુક કરાવી શકશે

divyabhaskar.com

Jan 04, 2019, 07:23 PM IST

નવી દિલ્હી. ફ્લાઈટની જેમ ટ્રેનમાં પણ યાત્રી પોતાની મનપસંદ સીટ બુક કરાવી શકે તેવો વિકલ્પ આપવાની રેલવે યોજના બનાવી રહ્યું છે. ન્યુઝ એજન્સીના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ટિકિટ બુકિંગ કરાવતી વખતે આખો રિઝર્વેશન ચાર્ટ જોવા મળશે, જેમાં એ ખબર પડશે કે ટ્રેનમાં કયા ડબ્બામાં કઈ સીટ ખાલી છે. પેસેન્જર આ ખાલી સીટોમાંથી કોઈપણ પોતાના માટે સિલેક્ટ કરી શકશે. આ સુવિધા ક્યારથી શરૂ થશે તે વિશેની કોઈ જાણકારી હાલ નથી.

રિઝર્વેશન કન્ફર્મ નહીં થવાની ફરિયાદો મળી રહી હતી

ન્યુઝ એજન્સીના સૂત્રોએ જણાવ્યા મુજબ રેલવે મંત્રી પિયુષ ગોયેલે રેલવેના અધિકારીઓને કહ્યું કે સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમની મદદથી એવી વ્યવસ્થા કરવામાં આવે કે લોકો રિઝર્વેશન ચાર્ટ જોઈ શકે, જેથી સીટો કન્ફર્મ નથી થતી તે સંબંધિત ફરિયાદો દૂર થઈ શકે.

એરલાઈન્સની જેમ જ મુસાફરોને સીટોનો લેઆઉટ જોવા મળશે,જેમાં બુક થઈ ચૂકેલી સીટો અલગ રંગમાં જોવા મમળશે. ત્યારબાદ યાત્રીઓને સીટ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

X
Passenger can choice seat in Indian Railway

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી