યુવા જાગરણ યાત્રાની વર્લ્ડ રેર્કોડ માટે દાવેદારી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત આર્ય જાગરણ મંચ દ્વારા પાલનપુર ખાતે શનિવારે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા જાગરણ યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ૧પપ૭ થી વધુ યુવાનોએ સ્વામી વિવેકાંનદજીના પરિવેશમાં પદયાત્રા કરી વિશ્વ વિક્રમ માટે દાવેદારી નોંધાવી છે.

ગુજરાત આર્ય જાગરણ મંચ દ્વારા સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતિ પ્રસંગે પાલનપુરમાં શનિવારે સ્વામી વિવેકાનંદ યુવા જાગરણ યાત્રા યોજાઈ હતી.

વર્લ્ડ રેર્કોડ માટે ક્લેમ નંબર ફાળવાયો
ગુજરાત આર્ય જાગરણ મંચ દ્વારા શનિવારે પાલનુપર ખાતે યોજાયેલી સ્વામી વિવેકાનંદ યુવા જાગરણ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાના ૩૦૦ થી વધુ ગામના ૧પ૦૦ થી વધુ યુવાનો વિવેકાનંદજીના પરિવેશમાં જોડાયા હતા. અગાઉ આવી ૩૭૦ બાળકોની પદયાત્રા કેરાલા રાજ્યમાં યોજાઇ હતી. જેને લીમ્કાબુક ઓફ વર્લ્ડ રેર્કોડમાં સ્થાન મળ્યું હતું. દરમિયાન આર્ય જાગરણ મંચ દ્વારા પાલનપુરની યુવા જાગરણ યાત્રાને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેર્કોડમાં સ્થાન મળે તે માટે અપીલ કરવામાં આવી હતી. જેને વર્લ્ડ રેર્કોડ માટે માન્ય રાખી આ કાર્યક્રમને ક્લેમ નંબર ફાળવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થવી જોઇએ
પાલનપુરમાં આર્ય જાગરણ મંચ દ્વારા યોજાયેલી સ્વામી વિવેકાનંદ યુવા જાગરણ યાત્રામાં પધારેલા અખિલ ભારતીય આચાર્ય મહાસભાના સંસ્થાપક તેમજ રામસેતુ બચાવો આંદોલનના રાષ્ટ્રીય મહાસચિવ પરમપૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ યુવાનોને સંદેશો આપ્યો હતો કે, વિવેકાનંદજીનો ઉપદેશ અને તેમના જીવનચરિત્રની ભારતીય સમાજ જાગૃત થાય તેવા ઉદ્દેશ્યથી પદયાત્રા યોજવામાં આવી છે. વર્તમાન સમયે દેશને ભૌગૌલિક આક્રમણની સાથે સાંસ્કૃતિક અને ધાર્મિ‌ક આક્રમણથી બચાવવા માટે યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે જરૂરી છે.