પ્રસૂતિ દરમિયાન મહિ‌લાના મોતની ઘટનાએ આરોગ્ય તંત્રને દોડતું કર્યું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેકટરને રજૂઆત કરાતાં આરોગ્ય વિભાગને તપાસનો આદેશ વડનગરની ગાયનેક હોસ્પિટલમાં બિન અનુભવી નર્સ દ્વારા કરાયેલી પ્રસૂતિ દરમિયાન ગંભીર હાલતમાં મુકાયેલી મહિ‌લાનું મોત નિપજવાની ઘટનાએ જિલ્લા આરોગ્ય વિભાગને દોડતું કરી મૂક્યું છે. મૃતકના પરિવારે જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતને પગલે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. વડનગર તાલુકાના સરણા ગામનાં કૈલાસબેન કિરણજી ઠાકોરને પ્રસૂતિનો દુખાવો ઉપડતાં વડનગરના ર્ડા .પ્રદિપભાઇ ઓઝાના દવાખાનામાં દાખલ કરાઇ હતી. અહીં બે સ્ટાફ નર્સ દ્વારા પ્રસૂતિ કરાવ્યા બાદ મહિ‌લાને છાતીમાં દુખાવો થતાં સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બિન અનુભવી નર્સ દ્વારા કરાયેલી પ્રસૂતિના કારણે મહિ‌લાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારના વેલાજી રામાજી ઠાકોર સહિ‌તે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી .જેમાં મહિ‌લા બીપીએલ લાભાર્થી હોવા છતાં તબીબે રૂ.પ૦૦૦ લીધા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ રજૂઆતને પગલે જિલ્લા કલેકટર રાજકુમાર બેનીવાલે આરોગ્ય વિભાગને તપાસ સોંપી રિપોર્ટ રજૂ કરવા કરેલા આદેશને પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તપાસ ચાલી રહી છે :જિ.આરોગ્ય અધિકારી પ્રસૂતિ દરમિયાન મહિ‌લાનું મોત નિપજવાની ઘટના સંબંધે તપાસ ચાલી રહી હોવાનું જણાવતાં જિલ્લા આરોગ્ય અધિકારી દિપક જાગાણીએ જણાવ્યું હતું કે, અહીં હોસ્પિટલમાં કાર્યરત બહેને નર્સિંગ ર્કોસ કર્યો ન હોવા છતાં ડિલિવરી કરાવી હોવાનું હાલમાં જણાયું છે, તેમજ તે પૈકી એક સગીર હોઇ બાળશ્રમનો ગુનો બની શકે. તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા તાકીદે આ ઘટના બાબતે જિલ્લા કલેકટર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, તપાસમાં આવેલી વિગતોને ધ્યાનમાં લઇ તબીબની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવવા તાકીદ કરાઇ છે. તેમજ આ તબીબનું લાઇસન્સ રદ કરવા રાજ્ય સકરારને લેખિત કરાશે. મારી હાજરીમાં જ નર્સે પ્રસૂતિ કરાવી હતી : તબીબ વડનગરના ર્ડા. પ્રદિપભાઇ ઓઝાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અન્ય દર્દી સારવાર અર્થે અહીં આવેલા હોઇ મારી હાજરીમાં નર્સે પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ બાદ શરૂ થયેલા બ્લડીંગ વચ્ચે લોહીની વ્યવસ્થા ન થઇ શકતાં વિસનગર બાદ મહિ‌લાને મહેસાણા ખસેડાઇ હતી.