સ્વાઇન ફ્લૂમાં સપડાયેલી ખેરાલુની સગર્ભાનું મોત

woman dead in swine flu at Kheralu
Bhaskar News

Bhaskar News

Sep 24, 2010, 02:17 AM IST
swine fluએક સપ્તાહ પૂર્વે મહેસાણાથી અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી ખેરાલુની એક સગર્ભા મહિલાને સ્વાઈન ફ્લૂ હોવાનું નિદાન થયા બાદ ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મોત નપિજતાં ફફડાટ પ્રસર્યો છે. ખેરાલુ ખાતે રહેતી ૨૧ વર્ષીય સગર્ભા મહિલાને છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી તેમજ તાવના લક્ષણો જણાતા તેણીને ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અત્રે હાજર તબીબે મહિલાને સ્વાઈન ફ્લૂનાં લક્ષણો જણાતા તેના કફના નમૂના લઈ પરિક્ષણ માટે મોકલી આપ્યા હતા. જો કે, પરિક્ષણમાં સગર્ભા મહિલાને સ્વાઈન ફ્લૂ હોવાનું નિદાન થતાં તેને અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી. છેલ્લા એક સપ્તાહથી સ્વાઈન ફ્લૂ સામે લડી રહેલી આ મહિલાને ગુરુવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અમદાવાદ સિવિલ દ્વારા જ તેના અગ્નિસંસ્કાર કરાયા હોવાનું બહાર આવ્યું છે. મૃતકનાં સગાંની તપાસ આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરાયા બાદ જિલ્લા આરોગ્ય અધિકારી રાવલના માર્ગદર્શન હેઠળ તેણીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને સ્વાઈન ફ્લૂ વિરોધી દવા સહિતની સારવાર હાથ ધરાઈ હતી. જ્યારે બીજીબાજુ સ્ટેટ નોડલ ઓફિસર સ્વાઈન ફ્લૂના તમામ તબીબો અને ફિઝીશિયનના ખેરાલુ, વડનગર, સતલાસણામાં વર્કશોપ કરાવી સ્વાઈન ફ્લૂ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
X
woman dead in swine flu at Kheralu
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી