બાંધકામ પરવાનગીના મામલે સભામાં હોબાળો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ પાલિકામાં સામાન્ય સભામાં સદસ્યો અને ટીપીના કર્મચારી વચ્ચે ચકમક સર્જાઇ પાટણ નગરપાલિકામાં સોમવારે મળેલી સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો.શહેરમાં બાંધકામની પરવાનગી બાબતે કરાયેલા વિપક્ષના આક્ષેપ સામે એક કર્મચારીએ સાબિત કરી બતાવોનો પ્રત્યુત્તર પાઠવતાં જ બાંધકામ પરવાનગીઓના મામલે સભામાં શિસ્તને લઇને હોબાળો મચી જવા પામ્યો હતો. શહેરના વિશ્વાસ કોમ્પલેક્ષ નીચે થયેલા બાંધકામમાં માર્જિન ભંગ મામલે કલેક્ટરે દબાણ તોડવાનો હુકમ કર્યો છે તો શા માટે કાર્યવાહી કરાતી નથી તેવો સવાલ શાસક પક્ષના નેતા મનોજભાઇ પટેલે ચીફ ઓફિસર અને સર્વેયરને કર્યો હતો. જોકે, આ કેસમાં વિપક્ષના સદસ્ય એમ.કે.પટેલે કલેક્ટરના હુકમના પગલે અન્ય દબાણો તોડી પડાય છે તો આ કેસમાં કેમ નહીં તેવું જણાવી મુદ્દો ઉછાળ્યો હતો.જો કે આ કેસમાં ચીફ ઓફિસરે વકીલની સલાહ લેવાઇ છે ઇમ્પેકટ ફીમાં આવેલી અરજી પ્રક્રિયા હેઠળ હોવાનું જણાવ્યું હતું. આખરે ચીફ ઓફિસર અને વકીલના અભિપ્રાય સાથે આ મુદ્દો આગામી સભામાં પુન: રજૂ કરવા નિર્ણય લેવાયો હતો. વિપક્ષના સદસ્ય એમ.કે.પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોને બાંધકામની રજાચિઢ્ઢી મળતી નથી અને બિલ્ડરોને તરત મળી જાય છે. શું બિલ્ડરો પૈસા આપે છે તેવો આક્ષેપ કરતાં જ ભડકી ઉઠેલા ટીપી શાખાના સર્વેયર ભગાભાઇ પટેલે સાબિત કરી બતાવો સંભળાવી દેતાં ગરમાવો સર્જાયો હતો. પ્રમુખ સમક્ષ કર્મચારી માફી માગે તેમ વિપક્ષી સદસ્યો સૂચવાયું હતું. જોકે, કર્મચારીએ તમે મારી પર એકશન લેવા હોય તો લઇ શકો છો માફી નહીં માગુ તેમ સભામાં સંભળાવી દીધું હતું. આખરે પાલિકા પ્રમુખ મનોજ ઝવેરીએ આ બાબતે કર્મચારીનો લેખિત ખુલાસો માંગવામાં આવશે તેવો નિર્ણય જણાવી મામલો થાળે પાડ્યો હતો. ભૂગર્ભ લાઇનમાં ખાડા પડતાં જોખમનો મુદ્દો ઉછળ્યો શહેરમાં ભૂગર્ભ લાઇનની કામગીરીમાં રોડ તૂટી જાય છે અને ખાડા પડી ગયાં છે. ત્યારે અકસ્માત સર્જાશે તો જવાબ દારી કોની, યોગ્ય પુરાણ કરાવવા સદસ્ય શૈલેશ પટેલે સૂચવ્યું હતું. સદસ્ય હરેશ દેસાઇએ ચીફ ઓફિસરને હાલ ક્યા વિસ્તારમાં પાણી ભરાયા છે. મુલાકાત લીધી હોય તો કહોનો સવાલ કરી અધિકારીને ભીંસમાં લીધા હતા. ટીપીના ૧૮ પ્લોટમાં દબાણ ખૂલ્લા કરાવો : કારોબારી ચેરમેન કારોબારી ચેરમેન ડૉ. નરેશ દવેએ ટીપી-૧ વિસ્તારના ૧૮ પ્લોટના દબાણ સહિતના દબાણ દૂર કરવા બધા સદસ્યો એક થયા હતા અને કાયદેસર કરોતેમ સૂચવાયું હતું.