યુનિ.ના પરીક્ષા નિયામક અને પુત્રી સામે છેતરપિંડીનો ગુનો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિ‌ટીના કાર્યકારી પરીક્ષા નિયામક અને તેમની દિકરી સામે યુનિવર્સિ‌ટીમાં ખોટી રીતે નોકરી દર્શાવી છેતરપિંડી કરવાના આ ક્ષેપોમાં મોડે મોડે પણ પોલીસે ગુનો નોંધાયો છે. ઉ.ગુ.યુનિવર્સિ‌ટીમાં પરીક્ષા નિયામક કરશનભાઇ પટેલની દિકરી રચના પટેલ સપ્ટેમ્બર ર૦૦૯થી ૩૧ ડિસેમ્બર ર૦૧૦ દરમિયાન યુનિવર્સિ‌ટીમાં બીબીએ વિભાગમાં વહીવટી મદદનીશ તરીકે નોકરી કરતી હોવાનું દર્શાવી પગાર લીધો હતો. પરંતુ તેઓ આ સમયગાળા દરમિયાન એમ.કે. કોલેજમાં ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનમાં બીએડ્નો પૂર્ણ સમયનો અભ્યાસ કરતી હતી. આ હકીકત યુનિવર્સિ‌ટીના સેનેટ સભ્ય લાલેશ ઠક્કરના ધ્યાને આવતાં આ અંગે તેમણે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી હતી. છેવટે પ્રાથમિક તપાસ બાદ કરનભાઇ પટેલ અને રચના પટેલ સામે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.