સિદ્ધપુરમાં રેતી ભરી જતાં બે ટ્રેક્ટરો, એક ટ્રક ઝડપાઇ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર મામલતદાર ઓફિસ દ્વારા શનિવારે બપોરના સુમારે બાતમીના આધારે તપાસ કરતાં સરસ્વતી પુલ પાસેથી રેતી ભરેલી એક ટ્રક તેમજ બે ટ્રેક્ટરો રોયલ્ટી ભર્યા વગર જતાં ઝડપી પાડી ર્કોટ કંમ્પાઉન્ડ ખાતે લાવી દંડ વસુલવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિ‌તી અનુસાર સિદ્ધપુરના મામલતદાર અંકિતાબેન પરમારે જણાવ્યા પ્રમાણે શનિવારે બપોરે એક વાગ્યાના સુમારે બાતમીના આધારે સર્કલ ઓફિસર બી.જી.પરમાર તેમજ કે.જી. મોઢે પુલ પાસેથી એક ટ્રક તેમજ બે ટ્રેક્ટરો જઇ રહ્યા હતા. જેની તપાસ કરતાં રોયલ્ટીનો પરમીટ પાસ મળ્યો નહોતો. જેથી ર૧ ટન રેતી સાથે ટ્રક અને છ ટન રેતી ભરેલ ટ્રેક્ટરો ઝડપી પાડી ર્કોટ કંમ્પાઉન્ડમાં લાવવામાં આવ્યા હતા. સામાન્યત: ટ્રકના રૂ. રપ હજાર તેમજ બે ટ્રેક્ટરના ૧૦ હજાર દંડરૂપે વસુલવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.