અંબાજી ખાતે આજથી ભાદરવી મહાકુંભનો પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખ્ખો યાત્રિકોથી ઉભરાતા મહામેળામાં ૧૫ વિભાગોના અધિકારીઓ દ્વારા મેળાનું સંચાલન યાત્રાધામ અંબાજી ભાદરવી મહામેળાનો સોમવારથી રંગેચંગે પ્રારંભ થશે. મહાકુંભમાં મા અંબાના દર્શનાર્થે દૂર-દૂરના અંતરેથી આવતા શ્રદ્ધાળુઓને સત્કારવા તેમજ વિવિધ સુખ-સુવિધા, આરોગ્ય સહિત સુરક્ષા અંગે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૧૫ વિભાગોના ઉચ્ચ અધિકારીઓના વડપણ હેઠળ સમિતિઓ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવશે. સાત દિવસીય મહાકુંભમાં મા અંબાના દર્શન કરવા અધીરા માઇ ભક્તોએ સ્વનિવાસ્થાનેથી યાત્રાધામની વાટ પકડી ચુક્યા છે. અને અંબાજીને જોડતા માર્ગો ઉપર પદયાત્રીઓના પ્રવાહ સાથે જય અંબેના નાદ ગૂંજવા માંડ્યા છે.ત્યારે મા અંબાના ધામમાં આવનાર લાખ્ખો શ્રદ્ધાળુઓ સુખ-સુવિધા અને સુરક્ષા અંગે વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ માર્ગો ઉપર સેવા કેમ્પોનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. મા અંબાના દર્શનનો સમય સોમવારે અંબાજી દર્શાનાર્થે આવનારા ભાવિકોની સુવિધા જળવાય તે માટે મંદિરના દર્શનનો સમય રાત્રે ૧-૩૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આરતી : સવારે ૬-૧૫થી ૬-૪૫ દર્શન : સવારે ૬-૪૫થી ૧૧-૩૦ રાજભોગ : બપોરે ૧૨-૦૦ કલાકે દર્શન : બપોરે ૧૨-૩૦થી ૫-૦૦ આરતી : સાંજે ૭-૦૦થી ૭-૩૦ દર્શન : સાંજે ૭-૩૦થી રાત્રે ૧-૩૦ સુધી એસટી બસો ક્યાંથી ઉપડશે - પાલનપુર-ડીસા-થરાર્દ-ધાનેરા-રાધનપુર-દિયોદર-સિïપુર તરફ જવા માટે અંબાજી ખાતે જુના આરટીઓના પાસે ગબ્બર ત્રણ રસ્તા આબુરોડ તરફના રસ્તા ઉપરથી એક્સ્ટ્રા બસો મળશે. - અંબાજીથી ગબ્બર જવા માટે અંબાજી જુના આરટીઓ ના પાસે ગબ્બર ત્રણ રસ્તા ઉપરથી એક્સ્ટ્રા બસો મળશે. - ગબ્બરથી અંબાજી જવા માટે ગબ્બરની તળેટીના એસટી બુથ ઉપરથી મળશે. - ખેરાલુ- વડનગર- વિસનગર-મહેસાણા-ઉંઝા-પાટણ-હારીજ-કડી-કલોલ-ગોઝારીયા-ગાંધીનગર જવા માટે જી.એમ.ડી.સી. કોર્નર ઉપરથી બસ મળશે. - ખેડબ્રહ્ના-ઇડર-હિંમતનગર-શામળાજી-મોડાસા-વિજાપુર અમદાવાદ-ગોધરા-દાહોદ-લુણાવાડા-સંગરાપુરા-ઝાલોદ જવા માટે અંબાજી માતા મંદિર પાછળના ભાગે આવેલા જી.એમ.ડી.સી.ના મેદાન ઉપરથી એક્સ્ટ્રા બસ મળશે. - ઉંઝા-મહેસાણા-પાટણ-ચાણસ્મા-કલોલ જવા માટે કૈલાસ ટેકરીથી બસ ઉપડશે. -હિંમતનગર-ખેરાલુ-વિસનગર- અમદાવાદ-નડીયાદ-વડોદરા-સુરત જવા માટે જી.એમ.ડી.સી.ના મેદાન ઉપરથી એક્સ્ટ્રા બસ મળશે. - અંબાજીથી દાંતા તરફ જવા માટે હોટલ આસોપાલવની બાજુમાં બસ મળશે. - દાંતાથી અંબાજી તરફ જવા માટે શવણ ટેકરી સ્ટેન્ડ ઉપરથી વ્યવસ્થા કરાઈ છે. સાત દિવસ માટે અંબાજી બસસ્ટેન્ડ નગર બહાર ભાદરવી મેળા દરમિયાન અંબાજીમાં ઉતરનાર લાખ્ખો જનમેદનીને લઇ પરિસર માટે પણ પ્રતિ વર્ષની જેમ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં એસટી નિગમના છ વિભાગો દ્વારા એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવતું હોવાથી યાત્રિકોને અનુકૂળ સુવિધા મળી છે.તે માટે સેન્ટર વાઇઝ વિભાગ પાડી ૧૪૦૦ બસો દ્વારા અલગ-અલગ બુથ ઉપરથી બસ સુવિધા પુરી પડાશે. અંબાજી તરફનો માર્ગ ડાયવર્ટ દાંતાથી અંબાજી જવા વાયા હડાદ, આબુરોડથી હિંમતનગર તરફ જવા વાયા પાલનપુર, અને વિરમપુર થી અંબાજી તરફ જવા વાયા ચિત્રાસણીથી પાલનપુર થઇ જવાનું રહેશે.