ડીસામાં તસ્કર ટોળકીના ૩ શખ્સોની ધરપકડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૪ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ૧.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ડીસા શહેરમાં થોડા સમય અગાઉ ઉપરા-છાપરી ચોરી કરી શહેરમાં ભય ફેલાવનાર તેમજ પોલીસના નાકે દમ લાવી દેનાર તસ્કર ટોળકીને ઝડપી લેવામાં શહેર પોલીસને સફળતા મળી છે. પોલીસે ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી તેમની પાસેથી રૂ. ૧,૪૭,૭૦૦નો મુદ્દામાલ રીકવર કરી ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો છે. હજુ પણ વધુ ભેદ ખુલવાની અને અન્ય આરોપીઓ પકડાવાની પોલીસને આશા છે. ડીસામાં ચોરી-ચીલઝડપના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો હતો. આંતરે દિવસે બનતા ચોરીના બનાવો પોલીસની નીંદ હરામ થઇ જવા પામી હતી. તસ્કર ટોળકીને પકડવા શહેર ડી.વાય.એસ.પી. આર.આઇ.પટેલની સુચનાથી શહેર પી.આઇ. આર.એમ.ભદોરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. નિકુંજ સોલંકીએ સ્ટાફ સાથે ચોરીના કેસોની તપાસ દરમિયાન પગેરું મેળવી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી કોમ્પ્યુટર, એલ.સી.ડી., ઇલક્ટ્રોનિક ગુડઝ, ચાંદી, રફ હીરા, મોતી, કાર ટેપ વગેરે મળી કુલ રૂ. ૧,૪૭,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે શહેર પી.આઇ. આર.એમ.ભદોરીયાએ જણાવ્યું હતું કે, 'જૂદી-જૂદી ચાર જગ્યાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ઝડપાયેલા શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી ચોરીમાં કેટલા શખ્સો સંડોવાયેલા છે. તેમજ વધુ કોઇ જગ્યાએ ચોરી કરી તે અંગેની વિગતો બહાર આવશે.’ કઇ કઇ ચોરીના ભેદ ઉકેલાયા શિવમ કોમ્પ્યુટર (ડીમ્પલ ટોકીઝ પાસે) કી-બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર, વાયરો, સી.પી.યુ.,ડી.વી.ડી., એલ.સી.ડી. હીરા બજાર પાસે હુન્ડાઇ કાર ટેપ-૧, સ્પીકર-૨, એ.સી.બટન જય ગોગા એજન્સી ઇલેક્ટ્રોનિક સગડી નંગ-૨, નેનો ફેલટીકનું કાપડ નંગ-૨, એલ.સી.ડી.-૧, પીઝા પામા કીચન કુક-૧, હેડ હાર્મા નાઇઝર બેલ્ટ-૭ રહેણાંક મકાન : ચાંદીના દાગીના, રફ હીરા, મોતી ચોરીમાં સંડોવાયેલ શખ્સો રમણીકભાઇ શાન્તીલાલ સોની (રહે, ગાયત્રીનગર, ડીસા), સુખદેવજી ઉર્ફે શેટ્ટી હજુજી ઠાકોર (રહે, સિંધી કોલોની, ડીસા) અને જીગર ઉર્ફે જીગો વિષ્ણુપ્રસાદ સાધુ (રહે, ડીસા)