સિદ્ધપુર BOBમાંથી શંકાસ્પદ હાલતમાં સગીર બાળક ઝડપાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરી કરવાના ઇરાદાથી આવ્યો હોવાની શંકા વચ્ચે પૂછપરછ કરાઇ સિદ્ધપુર શહેરના પથ્થરપોળ ખાતેની બરોડાબેન્કમાં બુધવારે સવારે કથિત ચોરી કરવાના ઇરાદાથી આવેલ મધ્યપ્રદેશનો એક ૧૪ વર્ષિ‌ય બાળકને શંકાસ્પદ હાલતમાં વોચમેને પકડી પાડયો હતો. જેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. શહેરની બરોડા બેન્કમાં બુધવારે સવારે ૧૧-૩૦ કલાકે એક બાળક આવીને કેશ કાઉન્ટર પાસે બેસી ગયો હતો. તેના પર નજર રાખતાં ર૦ મિનિટ બાદ તેણે રૂ.૧૦ની નોટ કાઢીને પાછી પોતાના ખિસ્સામાં મૂકી હતી. બેન્કમાં ઉપસ્થિત ગ્રાહકોની પૂછપરછ કરતાં આ બાળક કોઇની સાથે નહીં પણ એકલો જ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન બાળક દરેક ગ્રાહકની થેલી પર મીટ માંડતો હોઇ પૂછપરછ કરતાં તે બેન્કમાં આળોટવા લાગ્યો હતો. તેથી પોલીસ બોલાવીને વધુ તપાસ અર્થે પોલીસને સુપરત કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ૧૪ વર્ષિ‌ય સગીર મધ્યપ્રદેશથી મજૂરી કરવા આવ્યો હતો, જે પોતાની જૂની નોટો બદલવા માટે બેન્કમાં ગયો હોવાનું જણાવ્યું હતું. બાળકે જણાવ્યું હતું કે, હું અહીં કપડાં વેચીને મજૂરી કરવા આવ્યો હોઇ જૂની નોટ બદલવા બેન્કમાં ગયો હતો. જોકે, કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નહતી. ઉલ્લેખનીય છેકે, શનિવારે સવારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી એક આધેડ તેમનું પેન્શન લેવા ગયા હતા તે દરમિયાન કોઇ ગઠિયો તેમની થેલીને ચેકો મારીને રૂ. ૪૯હજાર સરકાવી ગયો હતો.