એક થાય પાટીદારો! સિદ્ધાર્થ પટેલનું આહ્વાન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષોથી ઉપેક્ષાનો સામનો કરતા પાટીદારોનો અવાજસમા પાટીદાર સંમેલનને સફળ બનાવી ગુજરાતને વિકાસની સાચી દિશા બતાવવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઇ પટેલે જિલ્લા સહકારી સંઘમાં આયોજિત બેઠકમાં હાકલ કરી હતી. બેઠકમાં સહકારી અગ્રણીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણામાં ૮મી જૂને યોજાનારા કોંગ્રેસ પ્રેરિત ઉત્તર ગુજરાત પાટીદાર મહાસંમેલનના ભાગરૂપે અત્રે શુક્રવારે બેઠક મળી હતી. જેમાં ગુજરાતના હિ‌તની સાચી લડત લડવા ભાજપ સરકારમાં કોરાણે મુકાયેલા પાટીદારોએ એક થઇને બહાર આવવા સિદ્ધાર્થભાઇ પટેલે જણાવ્યું હતું. જ્યારે પાટીદારોના સંમેલનને નિષ્ફળ બનાવવા થનારા પ્રયાસોને જડબાતોડ જવાબ આપી ભાજપની સરકારનો મૃત્યુઘંટ વગાડવા સહકારી અગ્રણી નટુભાઇ પટેલે હાકલ કરી હતી. બેઠકમાં માજી સાંસદ જીવાભાઇ પટેલ, સહકારી અગ્રણી લીલાચંદભાઇ પટેલ, કલોલના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ હાજર રહ્યા હતા.