શામળાજીમાં સમસ્ત બ્રહ્મ સમાજનું સંમેલન યોજાયું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શામળાજીમાં શનિવારે સાબરકાંઠા જિલ્લા બ્રહ્મ સમાજનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લામાંથી હજારો બ્રહ્મ સમાજના લોકોએ ઉપસ્થિત રહી સંમેલનને સફળ બનાવ્યુ હતું.

શામળાજી ખાતે મોડાસા તાલુકાના ટીંટોઇ ગામના કમલેશભાઇ વ્યાસ દ્વારા રણછોડજી મંદિર પરિસરમાં દસ દિવસથી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કથા દરમિયાન શનિવારે કથાકાર કમલેશભાઇ વ્યાસ દ્વારા જિલ્લા સમસ્ત બ્રહ્મસેનાનું બ્રહ્મ સંમેલનનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે જિલ્લામાંથી સંસ્કૃત એર્વોડ વિજેતા ડાહયાકાકા, જ્ઞાનાનંદ સરસ્વતીજી મહારાજ, બેરણા આશ્રમના મહેન્દ્રભાઇ ઉપાધ્યાય, ગૌરાંગ શરણજી, જિલ્લા બ્રહ્મ સેના પ્રમુખ બકુલભાઇ પંડયા, વિપુલભાઇ ઠાકર, અતુલભાઇ દિક્ષિત સહિ‌ત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જ્ઞાનાનંદ સરસ્વતીજી મહરાજે બોલતા જણાવ્યુ હતું કે બ્રહ્મમાં બ્રાહ્મણત્વ હોવુ જરૂરી છે. અને તે નદી હોય તો ધર્મ ટકશે નહી. બ્રાહ્મણોએ બ્રાહ્મણત્વ સાચવી કર્મ કરવુ જોઇએ. આ પ્રસંગે બોલતા ડાહયાકાકાએ સંસ્કૃતમાં બોલતા જણાવ્યુ હતું કે બ્રાહ્મણો દ્વારા સંસ્કૃત રક્ષા સમિતિનું આયોજન કરવુ જોઇએ. અને એના દ્વારા સંસ્કૃતિનું રક્ષણ અને જતન કરવા ઉપર ભાર મુકયો હતો. આ પ્રસંગે જિલ્લામાંથી આવેલા બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રે કાઠુ કાઢનાર યુવાનો તેમજ બહેનોને સન્માવામાં આવ્યા હતા.