ધર્મ નિરપેક્ષ હિ‌ન્દુ સમાજ જાગશે તો દેશ મહાન બનશે : ચિંતનભાઇ ઉપાધ્યાય

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરવામાં યોજાયેલા સંઘ શિક્ષા વર્ગનો સમાપન સમારોહ યોજાયોસંસ્કૃતિ અને સંગઠનને વરેલો હિ‌ન્દુ સમાજ પ્રારંભથી જ ધર્મ નિરપેક્ષ છે, જો દેશનો હિ‌ન્દુ સમાજ જાગશે તો દેશ મહાન બનશે એમાં કોઇ મીન મેખ નથી એવો આત્મ વિશ્વાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ચિંતનભાઇ ઉપાધ્યાયે શનિવારે ખેરવા ખાતે યોજાયેલા સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં વ્યક્ત કર્યો હતો.ખેરવા નજીક આવેલ ગણપત યુનિવર્સિ‌ટી સંકુલ ખાતે છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજ્ય કક્ષાના પ્રથમ વર્ગનો શનિવારે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં જાણીતા સાહિ‌ત્યકાર રઘુવીરભાઇ ચૌધરી, સંઘના પ્રચારક ચિંતનભાઇ ઉપાધ્યાય, વર્ગાધિકારી રમેશકુમાર અગ્રવાલ, યશવંતભાઇ ચૌધરી, મહેશભાઇ ઓઝા સહિ‌ત સંઘના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સ્વયંસેવકોએ શિક્ષા વર્ગમાં શીખેલ અંગકસરત, લાઠીદાવ તથા યોગનું નિદર્શન કર્યું હતું તેમજ સંઘ દ્વારા આર્યુવેદને મહત્વ આપવાના હેતુસર વિવિધ રોગથી છુટકારો અપાવતા ઔષધોની વિગતો વર્ણવતા આયુપ્રકાશ સ્મારિકાનું વિમોચન કરાયું હતું. મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સાહિ‌ત્યકાર રઘુવીરભાઇ ચૌધરીએ સંસ્કૃતિ ઉપર ભાર મુકતાં કહ્યું હતું કે જે દેશમાં સંસ્કૃતિ નથી ત્યાં ભૌગૌલિક રાષ્ટ્રનું ખાસ મહત્વ નથી. વધુમાં તેમણે શિવાજી મહારાજ અને વિવેદાનંદના જીવન ચરિત્રના પ્રસંગો વર્ણવી એમાંથી શીખ લેવા સ્વયંસેવકોને અપીલ કરી હતી.અહીં નોંધનિય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિક્ષા વર્ગમાં સમગ્ર રાજ્યમાંથી ૪૨પ જેટલા સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા અને સમાપન સમારોહમાં સંઘના અગ્રણીઓ સહિ‌ત ભાજપના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મંત્રી પરબતભાઇ પટેલ, જયસિંહ ચૌહાણ, સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય અનિલભાઇ પટેલ, વર્ષાબેન દોષી, આઇ.કે.જાડેજા સહિ‌ત અન્ય અગ્રણીઓની હાજરી સૂચક રહી હતી.