દલિત યુવાનના મોતના પડઘા પાટણમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનમાં પોલીસ ફાયરિંગ મામલે પાટણ, સિદ્ધપુર અને ચાણસ્મામાં આવેદન અપાયા સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામે પોલીસ ગોળબારમાં ત્રણ યુવકના મોત પ્રકરણમાં શનિવારે પાટણ ખાતેકોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કરી રેલી સ્વરૂપે પાટણ કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. થાન ગામે પોલીસ ગોળીબારમાં થયેલા ત્રણ દલિત યુવકોના મોતની ઘટના મામલે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોના કુપોષણ અંગે સ્ત્રી જાતિ વિરુદ્ધ કરેલા વિવાદસ્પદ નિવેદનનાં પગલે શનિવારે પાટણ ખાતે લોકસભા યુથ કોંગ્રેસના કાર્યકરોએ બગવાડા ચોક પર મુખ્યમંત્રીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના પૂતળાની તોડફોડ કરી રેલી યોજી હતી. બાદ કલેક્ટર કચેરીમાં પ્રાંત અધિકારી સુધીર પટેલે આવેદનપત્ર આપ્યું હતું. આ વખતે પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી જીતુભાઇ રાયકા, પ્રવિણભાઇ રાઠોડ, પાટણ લોકસભા યુથ કોંગ્રેસ પ્રમુખ ભાવેશભાઇ રાજગુરૂ,એનએસયુઆઇ પ્રમુખ જીતુભાઇ દેસાઇ, શહેર કોંગ્રેસ અગ્રણી ગુલાબખાન રાઉમા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુર : સિદ્ધપુરમાં દલિતોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી પરિવારજનોને આર્થિક સહાયની માંગણી કરી હતી. અગ્રણી જલાભાઇ પરમારે હુમલાને વખોડી કાઢ્યો હતો. આ રેલીમાં જયાબેન એમ. શાહ, પ્રેરણાબેન એસ. મકવાણા, જયંતભિાઇ વાઘેલા, એ.ડી.શ્રીમાળી, વિજયભાઇ પરમાર વગેરે જોડાયા હતા. ચાણસ્મા : ચાણસ્મા દલિત સમાજ દ્વારા શનિવારે રેલી કાઢી મામલતદાર કચેરીએ જઇ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મામલતદાર કચેરીના પ્રાંગણમાં દલિત સમાજ દ્વારા મૌનપાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રેલીમાં કંચનભાઇ પરમાર, દિનેશભાઇ પરમાર, ભરતભાઇ ચાવડા, સુનિલભાઇ વાલ્મિકી સહિત અગ્રણીઓ કાર્યકરો જોડાયા હતા.