બેટી બચાવો, બેટી વધાવોના સંદેશા સાથે અંબાજી ચલતે ચલતે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ તાલુકાના વારેણા ગામના પદયાત્રીઓએ બેટી બચાવો બેટી વધાવોના સંદેશ સાથેનો રથ લઈ પદયાત્રા સંઘ કાઢી સમાજમાં નવો રાહ ચિંધ્યો છે. આ રથ અંબાજી તરફ પ્રયાણ કરતા માર્ગમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ અંગે વારેણા ગામમાંથી પદયાત્રા સંઘ લઈને નિકળેલા દિપસિંહ પરમાર, કલ્પેશભાઇ પટેલ, કાભઈ પરમાર, માનસિંહ પરમાર, ભલસિંહ પરમાર સહિ‌તે જણાવ્યું હતું કે, લોકોમાં જાગૃતિ આવે, સમાજમાં દિકરીઓનું સ્થાન દિકરાઓ જેટલું જ રહે, સ્ત્રી જન્મદરમાં વધારો થાય અને ભ્રૂણ હત્યા અટકે તે માટે છેલ્લા બે વર્ષથી અમે બેટી બચાવો, બેટી વધાવોના સંદેશા સાથે રથ લઈ અંબાજી જઈએ છીએ. ઠેર ઠેર લોકો દ્વારા આ સંદેશાને સારો પ્રતિસાદ આપવામાં આવે છે. મંગળવારના રોજ આ અનોખા સંદેશા સાથે પદયાત્રા સંઘ નિકળતાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.