દાંતીવાડાની વેટરનરી કોલેજમાં તંત્રની સદ્દબુદ્ધિ માટે યજ્ઞ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દાંતીવાડાની કોલેજમાં શિક્ષણકાર્ય બીજા દિવસે ઠપ્પ રહ્યું - વિદ્યાર્થીઓ દ્વારા આંતર મહાવિદ્યાલય સ્પર્ધાનો પણ બહિ‌ષ્કાર સમગ્ર રાજ્યમાં મંગળવારના રોજ બીજે દિવસે પણ વેટરનરી કોલેજના છાત્રો દ્વારા ડિપ્લોમા વેટરનરી કોર્સના વિરોધમાં હડતાલ શરૂ રાખીને શિક્ષણ કાર્ય ઠપ કરાયું હતું. તેમજ છાત્રો દ્વારા કૃષિ યુનિવર્સિ‌ટીમાં હાલમાં ચાલી રહેલી આંતર મહાવિદ્યાલય સ્પર્ધાનો પણ બહિ‌ષ્કાર કરી તંત્રની સદ્દબુદ્ધિ માટે યજ્ઞ યોજ્યો હતો. જો કે આ અચોક્કસ મુદ્દતની હડતાલ અંગે રાજ્યની ચારેય વેટરનરી કોલેજોમાં ચર્ચા કર્યા બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવનાર હોવાનું દાંતીવાડા વેટરનરી કોલેજના જનરલ સેક્રેટરી સંજય ડામોરે જણાવ્યું હતું. - વેટરનરી ડિપ્લોમાં કોર્સ શું છે? ગુજરાત રાજ્યમાં વર્ષ-૨૦૧૧ માં પશુધન નિરીક્ષક તાલીમના કોર્સને ૩ વર્ષનો કરીને આ કોર્સને વેટરનરી ડિપ્લોમા નામ આપવામાં આવ્યું હતું. હાલમાં આ કોર્સ દાંતીવાડા, નવસારી, ખેડબ્રહ્મા ખાતે ચાલુ છે. - આ કોર્સનો વિરોધ શા માટે? વેટરનરી ડિપ્લોમા કોર્સના વિરોધ અંગે સંજય ડામોરે જણાવ્યું હતું કે,ધોરણ-૧૦ પાસ કરીને વેટરનરી ડીપ્લોમામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી માત્ર ત્રણ જ વર્ષના અભ્યાસ બાદ પશુની સારવાર કરવા માટે યોગ્ય કેવી રીતે ગણી શકાય. આમ આ કોર્સથી પશુઓ જ નહિ‌ પશુપાલકોને પણ ભારે નુકસાન થવાનું છે.