સાબરકાઠા જિલ્લમાં ધો.૧૦નું ૭૦.૦૯ ટકા પરિણામ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૩ :૨૯ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ર્બોડ દ્વારા માર્ચ-૨૦૧૨માં લેવાયેલી ધો-૧૦ની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લાનું પરિણામ ૭૦.૦૯ ટકા આવ્યું હતું. જિલ્લાના ૪૪૮૧૬ વિદ્યાર્થીઓમાંથી ૪૩૯૯૮ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી. જેમાં ૨૦૩ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા. ગત વર્ષે ધો-૧૦નું પપ.૭૦ ટકા પરિણામની સરખામણીમાં ચાલુ વર્ષે ૧૪.૩૯ ટકા પરિણામ વધુ આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

શિક્ષણ ર્બોડ દ્વારા વર્ષ ૨૦૧૨માં લેવાયેલી ધો-૧૦નું પરિણામ સવારે ૯.૦૦ કલાકે વેબસાઈટ ઉપર જાહેર થતાં જ વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં પરિણામ જાણવા માટેની ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જિલ્લાભરની માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોએ ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ સાયબરકાફે, સ્કુલો તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સંપર્ક કરી પોતાનું પરિણામ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે વધુ માહિ‌તી આપતા જિલ્લા શિક્ષણાધિકારી જ્યોતિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય તેવા અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેના પરિણામે ધો-૧૦ અને ધો-૧૨ના પરિણામમાં વધુને વધુ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે.

સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૨માં ૪૪૮૧૬ વિદ્યાર્થીઓએ ધો-૧૦ની પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૪૩૯૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણર્બોડ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા પરિણામમાં સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. અને જિલ્લાનું સરેરાશ પરિણામ ૭૦.૦૯ ટકા જાહેર થયું હતું. જિલ્લાની ૨૯ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું. જ્યારે ૩ શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે.

૩૦૮૩૬ વિદ્યાર્થીઓનો ઈક્યુસી ગ્રેડમાં સમાવેશ

ચાલુ વર્ષે ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો હતો. ૩૦૮૩૬ વિદ્યાર્થીઓનો ઈક્યુસી એટલે એડીજીબલ ફોર ક્વોલીફાઈંગ સર્ટીફિકેટ ગ્રેડ. જ્યારે ૧૩પ૪પ વિદ્યાર્થીઓનો એન-૧ એટલે નીડ્સ ઈમ્પ્રુવમેન્ટ ગ્રેડમાં સમાવેશ કરાયો છે.

જિલ્લાનું છેલ્લા આઠ વર્ષનું પરિણામ

વર્ષ ટકા ૨૦૦પ ૩૭.૯૬ ૨૦૦૬ ૪૯.૨૯ ૨૦૦૭ ૬૦.૦પ ૨૦૦૮ પ૩.૧૯ ૨૦૦૯ પ૯.૩૭ ૨૦૧૦ ૬૪.૨૩ ૨૦૧૧ પપ.૭૦ ૨૦૧૨ ૭૦.૦૯