સિદ્ધપુરનો 'ઈમાનદાર' રિક્ષાચાલક, પેસેન્જરની બેગ કરી પરત!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિક્ષાચાલકે દિવ્ય ભાસ્કરની ઓફિસમાં જમા કરાવી હતી સિદ્ધપુરના રિક્ષા ડ્રાઇવરે પોતાની રિક્ષામાં લેપટોપ સાથેની બેગ ભૂલી ગયેલા વેપારીને બેગ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયું હતું. મૂળ મુંબઇના હાલ અમદાવાદ ખાતે રહેતાં નિકુંજભાઇ પંચાલ અને સાજીદખાન સ્પેનપેક સિસ્ટમ કંપનીના મશીનના વેચાણ અને સર્વિ‌સ અર્થે સિદ્ધપુર આવ્યા હતા. સોમવારે પરત મુંબઇ જવા માટે એક ખાનગી ટ્રાવેલ્સની બસ સુધી પહોંચવા માટે રિક્ષામાં બેઠા હતા. જો કે, ઉતાવળમાં તેઓ પોતાની કિંમતી દસ્તાવેજો અને લેપટોપ ભરેલી બેગ રિક્ષામાં મૂકીને ઉતરી ગયા હતા. જયારે બાદમાં રિક્ષા ચાલક અનારજી દાનાજી ઠાકોરે રિક્ષામાં એક બેગ પડેલી જોઇ નિકુંજભાઇની શોધખોળ કરી હતી. દરમિયાન રિક્ષા ડ્રાઇવર અનારજી બેગ લઇને 'દિવ્ય ભાસ્કર’ ઓફિસે પહોંચ્યો હતો. બેગમાં રહેલા ડોક્યુમેન્ટ આધારે નિકુંજભાઇના ભાઇનો સંપર્ક થતાં તેઓને જાણ કરતાં નિકુંજભાઇ અહીંની 'દિવ્ય ભાસ્કર’ ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં પોતાની બેગ અને બધીજ વસ્તુઓ અકબંધ મળી આવતાં તેઓએ રિક્ષા ડ્રાઇવરનો આભાર માની રૂ. ૧૦૦૧નો પુરસ્કાર આપ્યો હતો.