મામવાડાના ફૂલેકા પ્રકરણમાં માસ્ટર માઇન્ડને પકડવા પોલીસ મુંબઇ પહોંચી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરના મામવાડાના ફૂલેકાં પ્રકરણમાં માસ્ટર માઇન્ડ ઘરેથી ફરાર સિદ્ધપુર તાલુકાના મામવાડાના ફૂલેકા પ્રકરણમાં કાકોશી પોલીસે મુખ્ય સૂત્રધાર મહેશને લઇ મુંબઇ ખાતે રહેતાં તેના ફુઆ અને સમગ્ર પ્રકરણના માસ્ટર માઇન્ડ મોહનભાઇ પ્રજાપતિની તપાસ કરવા મુંબઈ રવાના થઇ હતી.જો કે પોલીસને મોહન હાથ આવ્યો ન હતો. પોલીસે સોમવારે વહેલી સવારે મુંબઇ ખાતે માસ્ટર માઇન્ડ મોહનભાઇના ઘરની તલાસી લેતાં મોહનભાઇ તેમના નિવાસસ્થાને હાજર ન હોવાથી તેના પુત્રને પૂછપરછ કરતાં તેઓ થોડા દિવસથી બહાર નીકળી ગયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું અને તેઓ ક્યાં ગયાં છે તેની તેમને ખબર ન હોવાનું કહ્યું હતું. પીએસઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કાકોશી નજીકથી મહેશ પ્રજાપતિ અને તેના પિતા ત્રિભોવનભાઇ પ્રજાપતિ ઝડપાઇ જતાં આ બાબતે મોહનભાઇ પ્રજાપતિને જાણ થતાં તેઓ ઘરેથી ફરાર થઇ ગયો છે. મામવાડા ક્ષ્લેકા પ્રકરણમાં પ્રલોભન આપીને લાખો રૂપિયા ચાઉં કરનાર માસ્ટર માઇન્ડ મોહનભાઇ પ્રજાપતિ ઝડપાઇ જાય તો પ્રકરણની તમામ હકીકતો બહાર આવવાની શક્યતાઓ રહેલી છે. આ અંગે અન્ય તપાસ ચાલુ છે.