લો,કરી લો વાત! લોકોને ખબર જ નથી રસ્તાના નામ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નામકરણના બે વર્ષ પછી પણ લોકો માર્ગથી બેખબર શહેરના વિવિધ માર્ગોને સપૂતો, મહામાનવોના નામોઅપાયાં બાદ પણ જૂજ લોકો જ માહિ‌તગાર : નામકરણ સાર્થક કરવા ચિત્રો સ્થાપિત કરવા શહેરીજનોનો સૂર પાટણ શહેરના વિવિધ માર્ગોને નગરપાલિકા દ્વારા ભારત માતાના સપૂતો અને મહામાનવોના નામો સાથે જોડી સાઇનર્બોડ પણ લગાવવામાં આવ્યાં છે. પરંતુ જે-તે માર્ગોના નામો લોકોના દિલોદિમાગમાં હજૂ સ્થાન કરી શક્યાં નથી. ર્બોડ પર લોકોની નજર પડતી નથી અને લોકોના ધ્યાને આવતાં નથી. પરિણામે નામકરણને અર્થ સરતો નથી. જે-તે માર્ગોને જાણીતા અને પ્રચલિત કરવા માટે સાઇન ર્બોડ પર જે-તે પાત્રનાં ચિત્રો પણ મોટાકદનાં સ્થાપિત કરવા જોઇએ તેવો સૂર શહેરીજનોમાંથી ઉઠી રહ્યો છે. નગર સેવા સદન દ્વારા બે વર્ષ અગાઉ શહેરના વિવિધ માર્ગોનું નામકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઐતિહાસિક, ધાર્મિ‌ક અને અમરપાત્રોના નામો વિવિધ વિસ્તારોના માર્ગોને આપવામાં આવ્યા હતા. પરંતુ આ માર્ગોના નામથી લોકો માહિ‌તગાર નથી. કેમ કે શહેરી-ગ્રામીણ જનતાને જે-તે વિસ્તારોના જૂના નામો જ યાદ છે. નવાં નામોની જાણકારી પણ બધા જ લોકોને ન હોવાનું બહાર આવ્યું છે. 'દિવ્ય ભાસ્કરે’ શહેરના કેટલાક માર્ગો પર કેટલાક રાહદારીઓ તેમજ ત્યાં કાયમી મુકામ ધરાવતાં લોકોનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમાં માંડ કેટલાકને જ નવાં નામોની જાણકારી હતી. કયો માર્ગ છે તેની અમને ખબર નથી ચંદ્રશંખર આઝાદ માર્ગ પર કડવા પાટીદારની વાડી પાસે દુકાન ધરાવતાં જગદીશભાઇ ઠક્કરને માર્ગનું નામ પૂછતાં જૂનાગંજથી સુભાષચોક અને ગુંગડી રોડ કહ્યો હતો. તેમને નવા નામની ખબર નહોતી. જયારે પીંપળાશેરથી પંચાસરાના હેમચંદ્રાચાર્ય માર્ગ અંગે સુરેશભાઇ પરીખ વેપારીને જાણ નહોતી. સ્વામી વિવેકાનંદ માર્ગ પરના બસ સ્ટેન્ડ નજીક મેડિકલ સ્ટોર ધરાવતાં રાજુભાઇ પટેલે માર્ગના નામ અંગે અજાણતા વ્યક્ત કરી હતી. માત્ર નામો નહીં ચિત્રો પણ લગાવો શહેરના માર્ગોને અમરપાત્રો-ઇતિહાસપાત્રોથી શોભાવતા માત્ર ર્બોડ નહીં પરંતુ સાથે સાથે જે તે પાત્રનું ચિત્ર પણ સ્થાપિત કરવું જોઇએ. તો જ લોકોની નજર આકર્ષાય. બાકી વર્તમાન સાઇનર્બોડ પર સહુકોઇની દૃષ્ટી પડતી નથી તેવું જગદીશભાઇ ઠક્કર, નિલેશભાઇ મોદી સહિ‌ત શહેરના અગ્રણી સુરેશભાઇ પટેલ વગેરેએ જણાવી આ માર્ગોને પાલિકાના પરિપત્રો સહિ‌તના સાહિ‌ત્ય પર ચલણમાં લાવવા જોઇએ તેવું પણ તેમણે જણાવ્યું હતું.