PHOTOS: અંબાજીના માર્ગે આગળ વધતો પદયાત્રીઓનો પ્રવાહ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલ માડી અંબે જય જય અંબેના નાદથી જિલ્લાના માર્ગો ગુંજી ઊઠ્યા : અનેક સ્થળે વિસામા કેન્દ્રો ખોલાયા : વડાલી અને ખેડબ્રહ્માના માર્ગો પર પદયાત્રીઓની વણથંભી વણઝાર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના દર્શનાર્થે જવા રાજયના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પગપાળા જવા ઉમટી પડતા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય માર્ગો સહિ‌ત અંતરિયાળ ગામોના રસ્તાઓ પણ હવે જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. મુખ્ય અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પગપાળા ચાલતા જતા પદયાત્રિકોની સેવા-સુષુશ્રા માટે ભકતોએ વિસામા કેન્દ્રો ખોલી સેવાની સરવાણી વહાવતા દિવસ-રાત પદયાત્રિઓના જયઘોષથી અને કયાંય ગરબાની ધૂનોથી વાતાવરણ ભકિતમય બની ગયું છે. અંબાજી તેમજ નાના અંબાજી ગણાતા ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમ ભરવા અને મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રીઓની અમદાવાદથી ચંદ્રાલા, મજરા, પ્રાંતિજ, સલાલ, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્માના માર્ગ સુધી વણથંભી વણઝાર ચાલુ રહી છે. તાજપુર-કૂઇ : અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે નં. ૮ પર આવેલા મજરા અને તાજપુર-કૂઇ ગામ ખાતે અનેક વિસામા કેન્દ્રો પદયાત્રિકો માટે શરૂ કરાયા છે. તાજપુર-કૂઇ પાસે છેલ્લા ૬ વર્ષથી આરાસુરી જનસેવા ચેરીટેબલ (અમદાવાદ) દ્વારા ચા સાથે ગરમ નાસ્તા ઉપરાંત મેડીકલ ચેકઅપ અને ન્હાવા-ધોવાની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. ઉપરાંત અમદાવાદ નિકોલના શિવભંડારા દ્વારા ચા-નાસ્તા સાથે સ્પેશ્યલ ખમણનો પ્રસાદ યાત્રિકોને પિરસવામાં આવી રહ્યા છે. પ્રાંતિજ : પ્રાંતિજથી રથ સાથે માઇભકતોએ જય અંબેના નાદ સાથે અંબાજી જવાની વાટ પકડી છે, ત્યારે પ્રાંતિજ ના માર્ગો પર પણ પદયાત્રિકો માટે વિસામા કેન્દ્રો શરૂ કરાયા છે. હિંમતનગર : હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારથી લઇ મહેતાપુરાના ઇડર રોડ પર ધાણધા ફાટક સુધી ભોજન, વિસામા, નાસ્તા અને મેડીકલ કેન્દ્રો ખોલી શ્રદ્ધાળુઓએ પદાયાત્રિકોની સેવા માટે દિન-રાતની લગન લગાવી છે. વડાલી : વડાલી તાલુકાના માર્ગો પર સોમવારે સવારથી જ પદયાત્રીઓનું ઘોડાપૂર ઊમટયુ હોય તેમ માથાસુર, વિજયનગર ત્રણ રસ્તા, જેતપુર, શંકરપુરા, વડાલીના ગાયત્રીનગર, મહાકાળી મંદિર, ધામડી પાટીયા સહિ‌તના વિસ્તારોમાં માનવમહેરામણ ઊમટયુ હતું. ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમના લોકમેળાની તડામાર તૈયારીઓ ખેડબ્રહ્મા. ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મામાં માં અંબાજીના સાનિધ્યમાં ભાદરવા સુદ પૂનમનો મેળો ભરાય છે. ભાદરવી પૂનમે ભરાતો પરંપરાગત મેળો આ વર્ષે પણ ઉલ્લાસભેર ભરાશે. મેળામાં લાખોની સંખ્યામાં ભકતો ઉમટી પડશે. જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ તથા વહીવટી તંત્ર દ્વારા મેળા માટે તડામાર તૈયારીઓનો પ્રારંભ કરાયો છે. મેળાના સ્થળે પ્લોટની હરાજીનુ કામ કરી દેવામાં આવ્યુ છે. વહીવટી તંત્ર યાત્રિકોને વધુ સુવિધાસભર સવલતો પ્રાપ્ત થાય તેવા હેતુથી કામે લાગી ગયુ છે. અંબાજી, જૂનાગઢ, ડાકોર, તરણેતર, બહુચરાજી તથા શામળાજીમાં ભરાતા મેળાનુ ધાર્મિ‌ક મહત્વ છે. તેમ ખેડબ્રહ્માના ર્માં અંબાના ભાદરવી પૂનમના મેળાનું મહત્વ છે. આ મેળો ભાદરવા સુદ બારસથી પૂનમ સુધી ભરાય છે. મેળો માણવા મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડશે. ખેડબ્રહ્મામાં નાનાથી મોટા વેપારીઓએ શ્રીફળની વધુ ખરીદી કરી છે. આ મેળામાં લાખો રૂપિયાના નાળિયેરનો મેળાની વ્યવસ્થા માટે પ્રાંત અધિકારી આર.આર.ઠક્કર, નગરપાલિકા ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા તથા મંદિર ટ્રસ્ટના મેનેજર અરવિંદભાઇ બ્રહ્મભટ્ટ મેળાની વ્યવસ્થામાં લાગી ગયા છે. બીજી બાજુ ભાદરવી પૂનમે પગપાળા અંબાજી જતા યાત્રાળુઓ માટે શ્યામનગરથી ખેડબ્રહ્મા સુધી સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં એસ.આર.પી.,પોલીસ તથા હોમગાર્ડના જવાનોનો જડબેસલાક બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.