પાંથાવાડા નજીક બે જીપ વચ્ચે અકસ્માત: આઠને ઇજા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નજીક સોમવારે બપોરે હાઇ-વે પર બે જીપો વચ્ચે અકસ્માત સજૉયો હતો. જેમાં આઠ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમને પાંથાવાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થો ખસેડવામાં આવ્યા હતા. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાંથાવાડા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘પાંથાવાડા ખાતે ડીસા-ગુંદરી નેશનલ હાઇવે પર કન્યા વિદ્યાલય પાસે રાજસ્થાન તરફ જતી તૂફાન જીપ નંબર - આર.જે.રર. ટી.એ.-૦૩૧૬ અને સામેથી આવતી કમાન્ડ જીપ નંબર જીજે.૬.ડી.-૯૯૪૯ વચ્ચે ધડાકાભેર અકસ્માત સજૉયો હતો. જેમાં બંÌો વાહનોમાં બેઠેલા આઠ વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. જેમને પાંથાવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઇ હતી. આ અંગે રાજસ્થાનના જીપચાલક અર્જુનકુમાર માંગીલાલ રાવએ ફરિયાદ નોધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તો પ્રહલાદભાઇ ઇશ્વરજી ઠાકોર (ઉ.વ.૩૨) રહે.પેછડાલ,અર્જુનકુમાર માંગીલાલ રાવ (ઉ.વ.૩૪) રહે.તવાવ, તા.ભીનમાલ , મોમદખાન ઇબ્રાહીમભાઇ મુસલમાન (ઉ.વ.૪૮) રહે.સિરોણા ,. સોપારામ જગમાલજી ચૌધરી (ઉ.વ.૪પ) રહે. ખેડા તા.ભીનમાલ ,સરૂપભાઇ ઇન્દ્રરામ દરજી (ઉ.વ.૩૦) રહે.ભીનમાલ , ધનિયાબાનુ મલુકખાન મુસલમાન (ઉ.વ.રપ) રહે.સિરોણા , નેમાબાનુ મહેમદખાન મુસલમાન (ઉ.વ.૪૦) રહે.સિરોણા , આદમખાન ઇનાયતખાન મુસલમાન (ઉ.વ.ર૬) રહે.સિરોણા