ઉ.ગુ.યુનિ. ISO પ્રમાણપત્ર મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.માં આઇએસઓ ૯૦૦૧ સર્ટિફિકેટ એવોર્ડ સમારોહ યોજાયો : હવે વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટમાં આઇએસઓનો ઉલ્લેખ થશે ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આઇએસઓ પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ યુનિવર્સિટી છે. શુક્રવારે યુનિવર્સિટીનું આઇએસઓ પ્રમાણપત્ર સ્વીકારતાં કુલપતિ ડૉ..હેમિક્ષાબેન રાવે જણાવ્યુ હતું કે, હવે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ મળશે તેમાં આઇએસઓ સર્ટિફાઇડ યુનિવર્સિટી લખવામાં આવશે. યુનિવર્સિટીના કિલાચંદ રંગભવન હોલમાં વેસ્ટ સેન્ટ્રલ રિઝિયન બ્યૂરો વેરીટસના જયેશ ખમારે યુનિવર્સિટીને આઇએસઓ ૯૦૦૧ : ૨૦૦૮ સર્ટિફિકેટ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં કુલપતિ ડૉ..હેમિક્ષાબેન રાવે જણાવ્યું હતું કે, આઇએસઓ સર્ટિફિકેટ મેળવનાર ગુજરાતની આ પ્રથમ યુનિવર્સિટી છે. સ્પર્ધાના યુગમાં કામગીરીમાં ઝડપ અને ટ્રાન્સફરન્સી લાવવા આ સર્ટિફિકેટ સિસ્ટમ ઉપયોગી બનશે. અત્રે પૂર્વ ઉપકુલપતિ ડૉ..જે.એચ. પંચોલીના હસ્તે યુનિવર્સિટીનું સિટીઝન ચાર્ટર (નાગરિક અધિકારપત્ર), કલેક્ટર જે.જી.હિંગળાજીયાના હસ્તે પબ્લિક ઇન્ફરમેશન સીડી અને કુલપતિના હસ્તે યુનિ.ની વેબસાઇટ પર કેરિયર કાઉન્સીલીંગ પોર્ટરને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ત્રણ કોલેજને પોટેન્સીયલ એક્સીલન્સમાં એક-એક કરોડનું અનુદાન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાંથી પોટેન્સીયલ એક્સીલન્સ હેઠળ ઉત્તર ગુજરાતની સતલાસણા, ખેડબ્રહ્ના તેમજ મહેસાણા સાયન્સ કોલેજને એક-એક કરોડનું અનુદાન મળ્યું છે. આ ત્રણેય કોલેજના પ્રિન્સીપાલને યુનિ.એ અભિનંદનપત્ર અર્પણ કર્યા હતા.