થરાદથી રાજસ્થાનના વચ્ચે નવો નેશનલ હાઇ-વે મંજૂર કરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર-રાધનપુર સેક્સન વચ્ચે ચડોતર, ચંડીસર, ભીલડી અને થરામાં ૩૨ કરોડના ખર્ચે બનનારા અંડરપાસનો કેન્દ્રીયમંત્રી ડો.તુષાર ચૌધરીએ શિલાન્યાસ કર્યો થરાદથી રાજસ્થાનમાં આવેલા ખોપરા સુધીનો એક નવો નેશનલ હાઇ-વે મંજૂર કરવામાં આવનાર છે. આ અંગેનું નોટિફિકેશન કાયદા વિભાગને મોકલી દેવામાં આવ્યું છે. જેની મંજૂરી મળેથી તે જાહેર કરાશે.’ તેમ બુધવારે પાલનપુરના ચડોતર ખાતેના જિલ્લાના ચાર નવા અંડરપાસના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલા ચંડીસર, ચડોતર, ભીલડી અને થરા ગામો નજીક મોટા પ્રમાણમાં અકસ્માતની અસંખ્ય ઘટનાઓ સર્જા‍તી હતી. આ અંગે સાંસદ મૂકેશ ગઢવીની રજૂઆત બાદ સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા પુરતો તકનીકી અભ્યાસ કરાયો હતો. જેના રિપોર્ટ બાદ ચંડીસર-ચડોતર, જંકસન માટે રૂ.૨૦ કરોડ અને ભીલડી-થરા ખાતે રૂ.૧૨.૨૪ કરોડ મળીને કુલ રૂ. ૩૨ કરોડ ઉપરાંત અંડરપાસ માટે મંજૂર કરાયા છે.