ગોરીઓ ઝૂમી તાળીઓના તાલે, નવરાત્રિનો બરાબર માહોલ જામ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદ્યશક્તિ મા દુર્ગાની આરાધનાના પર્વ નવરાત્રિ ઉત્સવમાં શંકુઝ વોટરપાર્ક અને દિવ્ય ભાસ્કર આયોજિત શંકુઝ દાંડીયા ૨૦૧૨માં ગરબાની રમઝટ જામી હતી. સેલિબ્રિટી અને કલાકારોના ગીત સંગીત સાથે બાળકો, યુવા વર્ગ ઉત્સાહ અને જોશ સાથે ગરબે ઘુમ્યાં હતાં તો અન્ય રીસોર્ટ સેફ્રોનીમાં પણ ખેલૈયા મનમૂકીને ઝૂમ્યાં હતાં. ઉત્તર ગુજરાતના શહેરો અને ગામડાંઓમાં રાત્રે સોસાયટી, મહોલ્લા-પોળોમાં મધરાત સુધી ગરબાની રમઝટ જામી હતી. નવરાત્રિની રાતલડીમાં ઠેર-ઠેર ગરબા ચોકમાં ઝગમગતી રોશનીના શણગાર અને ટમટમીયા અજવાળાથી સોહામણું બનવા લાગ્યું છે.