ઇડરના વીરપુરમાં મજપાના પ્રમુખ ગોરધન ઝડફિયાની સૂચક હાજરી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદાર નવ નિર્માણ સેવા સમિતીના નેજા હેઠળ લોક ડાયરો યોજાયો હતો વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજકીય ગતિ વિધિઓ તેજ બનાવાઇ રહી છે ત્યારે ભાજપના અગ્રણી અને પૂર્વ ગૃહ રાજયમંત્રીએ વિવિધ સમાજોમાં લોક જાગૃતિ લાવવાના નામે સંમેલનો યોજવાનું શરૂ કર્યુ છે ત્યારે રવિવારે ઇડર તાલુકાના વીરપુર ગામે યોજાયેલા લોક ડાયરાના કાર્યક્રમમાં મજપાના પ્રમુખની હાજરીએ જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. રવિવારે ઇડર તાલુકાના વીરપુર ગામે પાટીદાર નવ નિર્માણ સેના દ્વારા લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના પ્રસિધ્ધ ગાયક કલાકારોને બોલાવાયા હતા.દરમિયાન વીરપુરમાં મજપાના પ્રમુખ ગોરધનભાઇ ઝડફીયા સહિ‌ત વિવિધ પાટીદાર સમાજોના અગ્રણીઓ તથા વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત પત્રકારોએ ગોરધનભાઇને અહીં આવવાનું પ્રયોજન શું છે તે અંગે તેમણે હાલના તબકકે નો કોમેન્ટ કહી ને મૌન સેવી લીધુ હતું. લોક ડાયરાના આયોજકોએ જણાવ્યું હતું કે સ્ત્રી ભ્રૂણ હત્યા, મહિ‌લા સશકિતકરણ, બેટી બચાવો તેમજ યુવાનોને વ્યસન મુકત કરવા માટેનો સંદેશ આપવાના આશય થી ડાયરો યોજાયો હતો. જેમાં કોઇ રાજકીય ચર્ચા થઇ નથી.