હોસ્પિટલમાં દર્દી સાથે આવેલા શખ્સની તબીબને મારી નાખવાની ધમકી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડધી રાત્રે હોસ્પિટલમાં દોડધામ મચી સિદ્ધપુર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ર્ડાક્ટરને સારવાર કેમ ઝડપી કરતાં નથી તેમ કહીને દર્દીની સાથે આવેલા એક શખ્સ દ્વારા ગેરવર્તન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે રાત્રે ૧૨-૩૦ કલાકે પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. સિદ્ધપુર જનરલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે ૧૧-૩૦ કલાકના સુમારે ર્ડા. બિપીનભાઇ પ્રજાપતિ ફરજ પર હાજર હતા ત્યારે પરદાન નામના વ્યકિનતે શારીરિક બિમારીના લીધે હોસ્પિટલ ખાતે લવાયો હતો. આ દર્દીને તબીબ સારવાર આપી રહ્યા હતા ત્યારે દર્દીની સાથે આવેલા ઇદ્રીશભાઇ શેખ નામના શખ્સે તેમને જલદીથી સારવાર આપો તેમ કહીને ગેરવર્તન કરી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં રાત્રે ર્વોડના સ્થાનિક નેતાઓ દોડી આવી સમાધાનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમાધાન થઇ શક્યું નહોતું. આ અંગેની સિદ્વપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીએસઆઇ જે.જે.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. અગાઉ પણ ગેરવર્તન કરાયું હતું ફરજ પરના જનરલ હોસ્પિટલના ર્ડા. વિશાલ શુક્લ, ર્ડા. પ્રજાપતિ, ર્ડા. અલકેશ પટેલ તેમજ ર્ડા. બીપીનભાઇ અને સ્ટાફે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ શખ્સે અગાઉ પણ હોસ્પિટલમાં આવીને ગેરવર્તન કર્યું હતું. બદલી કરાવી નાંખવાની ધમકીઓ આપવામાં આવે છે.