મીનીબસચાલકે રાહદારી મહિલાને કચડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરાડુ સીમમાં અકસ્માત : બસનાં ટાયર નીચે આવી જતાં મહિલાનું મોત : અન્ય એકને ગંભીર ઇજા ચરાડુ ગામની સીમમાં રાહદારી મહિલા સહિત બે વ્યક્તિઓને બુધવારે મીનીબસના ચાલકે અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં બસના ટાયર નીચે કચડાઇ જવાથી મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. મહેસાણા તાલુકાના ચરાડુ ગામની સીમમાં ખેતરમાં રહેતાં બાલુબેન વનાજી ઠાકોર (૪૫) બુધવારે સાંજે ખેતર તરફ જઇ રહ્યાં હતાં, ત્યારે સામેથી પૂરઝડપે આવતી મીનીબસના ચાલકે તેમને અડફેટે લીધાં હતાં. બાલુબેનની સાથે ચાલીને જતા બાબુજી ઠાકોર પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં બસના ટાયર નીચે કચડાયેલી મહિલાના માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત બાબુજીને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે નારણજી અમરાજી ઠાકોરે લાંઘણજ પોલીસ મથકમાં મીની બસના ચાલકની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય એક ઘટનામાં રાત્રે ૨-૪૫ વાગે પદયાત્રીઓને જોવા ખેરાલુના હાઇવે પર પહોંચેલા ઠક્કર શૈલેષકુમાર ચંદ્રકાન્તભાઇ અને પઠાણ અલીહુસેન કાદરખાનના બાઇક સામસામે ટકરાતાં બંને જણા માર્ગ પર પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. જેઓને અહીંની સિવિલમાં લવાતાં ફરજ પરના તબીબે વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કર્યા હતા. પગપાળા સંઘો જોવા ગયેલી કુડાની બે સગી બહેનોને બાઇકચાઇકે ફંગોળી ખેરાલુ : તાલુકાના કેશરપુરા પાટિયા પાસેથી બુધવારે મોડી સાંજે અંબાજી તરફ જતા યાત્રા સંઘોને નિહાળવા માર્ગ પરથી ચાલતી પસાર થઇ રહેલી કુડાના ઠાકોર બાબુજી અજમલજીની ૬ વર્ષિય દીકરી તેજલબેન અને ૧૦ વર્ષિય દીકરી કસ્મિતબેનને બેફામ બાઇકચાલકે ટક્કર મારતાં બંને બહેનોને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં તેમના પિતા દોડી આવ્યા હતા અને સારવાર અર્થે અહીંની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ ડૉ..બી.સી. આચાર્યએ બંનેને વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કરી હતી.