મીઠા ગ્રામ પંચાયતના સરપંચ અને ચાર સભ્યોનાં રાજીનામાનો અસ્વીકાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારે વિવાદો વચ્ચે મીઠા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ચાર સભ્યો દ્વારા આપવામાં આવેલાં રાજીનામાં મહેસાણા તાલુકા વિકાસ અધિકારીએ નામંજૂર કરતાં સમગ્ર પ્રકરણમાં વળાંક આવ્યો છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં પંચાયતને રાજીનામું સ્વીકારવાનો અધિકાર હોઇ તંત્ર દ્વારા રાજીનામાનો અસ્વીકાર કરાયો હતો. મહેસાણા તાલુકાની મીઠા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ઉઠેલા ભારે વિવાદ વચ્ચે ૧૦ દિવસ અગાઉ સરપંચ અમૃતભાઇ રબારી તેમજ ચાર સદસ્યોએ નાટયાત્મક રીતે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રાજીનામાં ધરી દીધાં હતાં. જેમાં હરીફ પક્ષ દ્વારા પંચાયતની કામગીરીમાં રૂકાવટ પેદા કરાતી હોવા સહિ‌તના મુદ્દા આગળ ધરવામાં આવ્યા હતા. જોકે, આ રાજીનામાંનો અસ્વીકાર કરતું લેખિત મહેસાણા તાલુકા વિકાસ અધિકારી એ.એ.વ્યાસે સરપંચ અમૃતભાઇ વાઘજીભાઇ રબારીને મોકલી આપ્યું છે. જેમાં પંચાયતી ધારા અંતર્ગત ગ્રામ પંચાયતની સાધારણ સભામાં રાજીનામા બાબતે લેખિત ઠરાવ કરી તેને સ્વીકૃતિ મેળવવા સહિ‌તનો ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળે છે.