ભરોસો પડ્યો ભારે, રૂ.૩૦ લાખના દાગીના થયા છૂમંતર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-રાજસ્થાનના જોધપુરની પેઢીનો કર્મચારી પાલનપુરમાં દાગીના આપવા આવ્યો હતો -કર્મચારીને ઓફિસમાં બેસાડી દાગીનાનું વજન કરવાનું બહાનું કરી શખ્સ ફરાર થઇ ગયોરાજસ્થાનના જોધપુર ખાતેથી ઓર્ડર મુજબના સોનાના તૈયાર દાગીના આપવા માટે પેઢીનો કર્મચારી શનિવારે પાલનપુર આવ્યો હતો. જ્યાં સીટીલાઇટ કોમ્પલેક્સમાં પોતાની ઓફિસ ધરાવતો શખ્સ વજન કરવાના બહાને રૂ.૩૦ લાખના દાગીના લઇ છૂમંતર થઇ ગયો હતો. પોતાની સાથે છેતરપિંડી આચરાઇ હોવાનું જણાતાં કર્મચારીએ શનિવારે મોડી રાત્રે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ફરાર થયેલા શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.શહેરના સીટીલાઇટ કોમ્પલેક્ષમાં નરેશભાઇ ઉર્ફે સંજય હિંમતલાલ રાજપૂત ૪પ નંબરની દુકાનમાં પોતાની ઓફિસ ધરાવે છે. જેણે રાજસ્થાનના જોધપુર તિસરીપોળ વિસ્તારમાં પેઢી ધરાવતા ચંદુભાઇને મોબાઇલ ફોન કરી તૈયાર દાગીના ખરીદવાની તૈયારી દર્શાવી હતી. આથી પેઢીના કર્મચારી ધમેન્દ્ર અમરતલાલ ઓઝા શનિવારે બપોરે જોધપુરથી ટ્રેન દ્વારા પાલનપુર આવ્યા હતા. અને સીટીલાઇટ કોમ્પલેક્સમાં નરેશભાઇ રાજપૂતની ઓફિસમાં ગયા હતા.જ્યાં વાતચીત થયા બાદ દાગીનાનું વજન કરાવવું પડશે તેમ જણાવી નરેશભાઇ રૂ.૩૦ લાખના સોનાના દાગીના ભરેલી બેગ લઇને કોમ્પલેક્સ નીચે આવ્યા હતા. જોકે લાંબો સમય વિતવા છતાં પરત ન આવતાં ધમેન્દ્રભાઇએ મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરતાં ફોન સ્વીચ ઓફ આવતો હતો. દરમિયાન પોતાની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની જાણ થતાં તેમણે શનિવારે મોડી રાત્રે ૨:૩૦ કલાકે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ફરાર થઇ ગયેલા નરેશ રાજપૂતને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.અન્ય વ્યક્તિ ફોન આવતાં બહાર નીકળી ગયો જોધપુરથી સોનાના દાગીના લઇને આવેલા ધમેન્દ્રભાઇ ઓઝા શનિવારે બપોરે સીટીલાઇટ સ્થિત નરેશ રાજપૂતની ઓફિસમાં ગયા હતા.ત્યારે નરેશભાઇની સાથે અન્ય વ્યક્તિ પણ બેઠો હતો. જોકે, નરેશભાઇના ગયા બાદ મોબાઇલ ફોન આવતાં તે વ્યક્તિ પણ ત્યાંથી ચાલ્યો ગયો હતો.સોનાના દાગીના લઇ જનાર શખ્સ સી.સી.કેમેરામાં કેદ થયો સીટી લાઇટ કોમ્પલેક્સમાં અગાઉ અસામાજીક તત્વોની રંજાડ વધી જવા પામી હતી. જ્યાં પોલીસના સૂચન બાદ વેપારીઓ દ્વારા સી.સી.ટી.વી. ગોઠવવામાં આવ્યા હતા. દરમિયાન જોધપુરના પેઢીના કર્મચારી પાસેથી સોનાના દાગીના લઇ જનાર નરેશ રાજપૂત સી.સી.કેમેરામાં કેદ થઇ ગયો હતો.