સહજીવન લાગ્યું અશક્ય! પ્રેમી યુગલે ઘોળ્યું ઝેર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુકાના અઘાર ગામના ૧૯ વર્ષિ‌ય યુવક અને ૧૬ વર્ષિ‌ય યુવતી પ્રેમમાં ગળાડૂબ હતા. જો કે, યુવકના લગ્ન થઇ ગયા પછી તેઓ સાપુતારા અને શિરડી તરફ ફરી આવ્યા હતા. દશેક દિવસ અગાઉ બંને પરત આવ્યા હતા અને ગામની સીમમાં લુપાતા છુપાતા હતા ત્યારે હવે જુદા થઇ જવું પડશે તેવા સંદેહથી બંને જણાંએ તા.૩૧ મે ના રોજ રાત્રે દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દવા પીધા બાદ યુવકે તેના ઘરે ફોન કરીને આ બાબતની જાણ કરી હતી. બાદમાં તબિયત લથડતાં યુવકને પાટણના ખાનગી દવાખાનામાં અને સગીરાને ધારપુર મેડિકલ કોલેજમાં લઇ જવાયા હતા. યુવક ભાનમાં આવતાં પોલીસે તેના નિવેદન આધારે તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, સગીરા ભાનમાં આવી ન હોવાથી તેનું નિવેદન લઇ શકાયું નહોતુ .