સાથે જીવન નહોતું શક્ય ! કરી લીધું મોતને વ્હાલું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી તાલુકાના ઇન્દ્રાડ ગામના પ્રેમીપંખીડાંએ કરણનગર નજીક પસાર થતી કચ્છ તરફની મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસરહાથ બાંધી કેનાલમાં પડી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. કડી પોલિસે લાશ બહાર કાઢી પીએમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી. ઇન્દ્રાડમાં રહેતા ઠાકોર બેચરજી સોમાજીની પત્ની અને એક સંતાનની માતા લીલાબેન ગત સોમવારના રોજ તેના સાસરી ચરાડુમાંથી બપોરના સમયે તેના પુત્રને લઇ ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી. જે તેના પિયર ઇન્દ્રાડ ગામે આવી તેના પુત્રને મામાના ઘરે છોડી તેના પ્રેમી એવા ૩પ વર્ષિ‌ય ઠાકોર રમેશજી જલાજી સાથે ભાગી જઇ કડીના કરણનગર ગામ નજીક પસાર થતી કેનાલમાં બંન્ને પ્રેમીપંખીડાં હાથ બાંધી પડી આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ ગુરુવારે રાત્રી દરમિયાન કેનાલ નજીકથી પ્રેમી યુવાનના ચંપલ અને ચુંટણીકાર્ડ મળી આવતાં પોલીસે લાશ શોધવા તજવીજ હાથ ધરી હતી. શુક્રવારે સવારે બંને પ્રેમીપંખીડાંની લાશ કેનાલમાં તરતી દેખાતાં કડી પોલીસ મથકના પીએસઆઇ એ.એન.સિંધી તથા હેકો મકબુલખાન તથા પોકો દિનેશસિંહે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બપોરે બહાર કાઢી કડી સિવિલમાં પીએમ કરાવી પરિવારજનોને સોંપી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.