શામળાજી ખાખચોક અખાડાના મહંત કેશવદાસજી કાળધર્મ પામ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશવદાસજી મહારાજ પંચદિગ્મ્બર અને અખાડાના અધ્યક્ષ હતા :આજે ધાર્મિ‌ક વિધિ સાથે અંતિમ વિધિ કરાશે યાત્રાધામ શામળાજી ખાતે આવેલા ખાખચોક અખાડાના મહંત અને અખિલ ભારતીય પંચદિગ્મ્બર અને અખાડાના અધ્યક્ષ મહંત કેશવદાસજી મહારાજ ગુરૂવારે કાળધર્મ પામ્યા છે. સંત સમાજમાં મોખરાનું સ્થાન ધરાવતા મહંતની શુક્રવારે ધાર્મિ‌ક વિધિ સાથે અંતિમવિધિ કરાશે. અખિલ ભારતીય પંચ દિગ્મ્બર અને અખાડાના અધ્યક્ષ તેમજ શામળાજી ખાખચોક અખાડા અને રાજસ્થાનના ડુંગરપુર ખાતે આવેલા રામલોલા મઢના મહંત કેશવદાસજી મહારાજની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત રહેતી હતી. જેથી તેઓને ગુરૂવારે અમદાવાદ ખાતેના અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. સંત સમાજમાં તેમજ રાજકીય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા મહંતના અવસાનથી ભકતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.મહંત કેશવદાસજીની અંતિમવિધિ ધાર્મિ‌ક વિધિ તેમજ સાધુ સમાજના રિવાજો મુજબ શુક્રવારે શામળાજી ખાતે થનાર હોવાનું જાણવા મળ્યુ છે.