જીવદયાપ્રેમીઓનું સફળ ઓપરેશન, પ૮ પશુ બચાવાયાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા શામળાજી ચેકપોસ્ટ પાસેથી જીવદયા પ્રેમી ટ્રસ્ટ અને શામળાજી પોલીસે સાથે મળી બુધવારે વહેલી સવારે કતલખાને લઇ જવાતા પ૮ પશુધન ભરેલી ટ્રકને પકડી પાડી હતી. તેમજ પોલીસે રૂ.૧૧.૧૬ લાખનો મુદ્દામાલ કબજે લઇ ટ્રક મુકીને ભાગી ગયેલા ચાલકની પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિ‌તી મુજબ અમદાવાદના જીવદયા પ્રેમી રાંભીયા ટ્રસ્ટને એવી માહિ‌તી મળી હતી કે રાજસ્થાનમાંથી પશુધન ભરીને એક ટ્રક ગુજરાતમાં થઇ કતલખાને લઇ જવાઇ રહી છે. જેથી આ ટ્રસ્ટે શામળાજી પોલીસે જાણ કરી હતી. ત્યારબાદ ચેકપોસ્ટ પાસે બુધવારે વહેલી સવારે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યુ હતું. દરમિયાન અહીંથી પસાર થતી ટ્રક નંબર એચ.આર.૭૩- ૦૯૮૦ ને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેથી ટ્રકનો ચાલક ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી અંદાજે રૂ.૧.૧૬ લાખના પ૮ ગાય-વાછરડા ઠસોઠસ ભરેલા હતા. તેમજ ટ્રક ચાલક પાસે કોઇ પાસ પરમીટ પણ ન હતું. જેથી પોલીસે પશુને ઇડર પાંજરાપોળમાં મોકલી આપ્યું હતું. તેમજ ભાગી ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. શામળાજી ચેકપોસ્ટ પાસેજીવદયા પ્રેમી અને પોલીસે હાથ ધરેલું ઓપરેશન સફળ : રૂ. ૧૧ લાખનો મુદ્દામાલ કબજે લઈ પશુને ઈડર પાંજરાપોળમાં મોકલી આપ્યા