આઇજીની મુલાકાતને લઈ પોલીસ કર્મીઓમાં દોડધામ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસમથકમાં સવારથી સાફસુફી શરૂ કરાઇ :આઇજી સમશેરસિંહે પોલીસમથકના તમામ રેકર્ડની ચકાસણી કરી મહેસાણા એ ડિવિઝન પોલીસમથકમાં આઇજીનું શુક્રવારે ઇન્સપેકશ્ન હોઇ પોલીસ સવારથી સાંજ સુધી સ્વચ્છ યુનિફોર્મમાં સ્ટેન્ડ ટુ રહી હતી.આઇજી સમશેરસિંહે પોલીસમથકના તમામ રેકર્ડની ચકાસણી સહિ‌તની કાર્યવાહી હાથધરી હતી. આઇજી સમશેરસિંહનું મહેસાણા શહેર એડિવિઝન પોલીસ મથકમાં શુક્રવારે ઇન્સપેકશ્ન હોઇ સવારથી સાફસફાઇનો દોર શરૂ કરાયો હતો.સાંજે પાંચ વાગ્યાના અરસામાં પોલીસ મથકની વિઝટમાં આવેલા આઇજી ,પોલીસવડા જે.આર.મોથલિયા સાથે ક્રાઇમ,એકાઉન્ટ સહિ‌તના રેકર્ડની ચકાસણી કરી હતી અને જરૂર પડયે કેટલીક ખુટતી માહિ‌તી બાબતે પણ ટકોર કરી હતી. આઇજીના ઇન્સપેકશ્નને કારણે સ્થાનિક પોલીસ સવારથી સ્વચ્છ સ્વચ્છ યુનિફોર્મમાં સજ્જ રહી હતી જ્યારે બીજીબાજુ આઇજીને જોવા કેટલીક વ્યકિતઓ પોલીસ મથકમાં પહોચી ગઇ હતી.