જાદરના મેળામાં માનવ મહેરામણ ઊમટ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર તાલુકાના જાદરના મુધણેશ્વર મહાદેવમાં પરંપરાગત રીતે ભરાતા ત્રિ-દિવસીય મેળાનો સોમવારે પ્રારંભ થયો છે. આ મેળો ડેભોલ નદીના કાંઠા નજીક શરૂ થતાની સાથે જ માનવમહેરામણ ઊમટયો હતો. જો કે સોમવારે સતત વાદળછાયા વાતાવરણના ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ પણ મેળાની મજા માણી રહ્યા છે. લોકવાયકા મુજબ સર્પદંશના ઝેરને ઉતારવા માટે લોકો મુધણેશ્વર મહાદેવના ચરણમાં આવે છે. જયા લીમડાની ડાળી દ્વારા ઝેર ઉતારવામાં આવે છે. તેવા અલૌકિક અને સ્વયંભૂ મુધણેશ્વર મહાદેવ મંદિર શિવભકતોની લાંબી કતારો લાગી હતી. ખેતર, ઘર કે વેપારીઓ દુકાનમાં વર્ષ દરમિયાન સાપ જોવા ન મળે તેવી શ્રદ્ધા અને આસ્થા સાથે શિવ ભકતો મુધણેશ્વર મંદિરમાં નારિયેળ વધેરી સુખાકારી ઇચ્છે છે. - એસ. ટી. બસની સુવિધા મેળામાં લોકોની આવનજાવન અર્થે ઇડર એસ.ટી. ડેપો દ્વારા ૨૧ મીની બસ અને દેશોતર, ભદ્રેસર, વલાસણા, સુંદરપુર, ઉમેદપુરા સહિ‌તના સ્થળેથી ઇડર ડેપો દ્વારા શિડયુલ બસ સુવિધા ઉપલબ્ધ કરાયાનું એસ.ટી. ડેપો મેનેજર વાઘેલાએ જણાવ્યું હતું. - કાયદો અને વ્યવસ્થા જાળવણી મેળામાં કોઇ અનિ‌ચ્છનીય ઘટના ન બને તે માટે પી.એસ.આઇ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિ‌લા પોલીસ અને હોમગાર્ડના જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે.