ઈડરના ગાંઠીયોલમાં કુદરત થઈ મહેરબાન, અને થઈ વરસાદી રેલમછેલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા :ભિલોડા, બડોલી, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ સહિ‌તના સ્થળે પણ વરસાદ : મોડાસાપંથકમાં બપોર પછી દોઢથી બે કલાક સુધી વરસાદ પડયો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત મેઘમહેર થઇ રહી છે ત્યારે ઇડર તાલુકાના ગાંઠીયોલ, જવાનગઢ, બ્રહ્માપુરી અને વસઇ પંથકમાં આભ ફાટયુ હોય તેમ એક કલાકમાં પ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી જ પાણી થઇ ગયુ હતું. તેજ પ્રમાણે ઉમેદગઢ પંથકમાં પણ અડધા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકયો હતો. મંગળવારે ૩ થી ૪ વાગ્યા સુધીમાં ઇડર તાલુકાન ગાંઠીયોલ, બ્રહ્મપુરી, જવાનગઢ અને વસઇ પંથકમાં આભ ફાટયુ હોય તેમ પ ઇંચ વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.તેજ પ્રમાણે સેવા સહકારી મંડળી અને પંચાયતઘર પાસેથી પાણીનો ઝડપી નિકાલ ન થતા તેમાં પણ પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત પ્રજાપતિવાસમાં પણ સામાન્ય પાણી ઘરોમાં ભરાઇ ગયુ હતું.આ વિસ્તારમાં પડેલા વ્યાપક વરસાદને કારણે ભેસકા નદીમાં પૂર આવ્યુ હતું. જેના કારણે હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદી ફરીથી જીવંત બની હતી. ઉપરાંત ઇડર તાલુકાનાઉમેદગઢ ગામમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકયો હતો. જેના કારણે ગામની શાળાની ફરતે બનાવાયેલ સરંક્ષણ ધરાશયી થઇ ગઇ હતી. જો કે કોઇ જાનહાનિ થઇ ન હતી એમ સરપંચ રંજનબેન મુકેશભાઇ પરમારે જણાવ્યુ હતું. મોડાસાપંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ મોડાસા : મોડાસા પંથકમાં મંગળવારે બપોરે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો.દોઢ થી બે કલાક સુધી અવિરત વરસાદ પડતાં ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જા‍ઈ હતી. મોડાસા તાલુકામાં મંગળવારે બપોરે વરસાદ પડયો હતો. જેના પગલે શહેરની અનેક નિચાણવાળા વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં વરસાદ પાણી ભરાઈ ગયા હતા. દોઢ થી બે કલાક ભારે વરસાદ પડતાં નવજીવન ચોક, બસ સ્ટેન્ડનો પાછળનો વિસ્તાર, રત્નમ રેસીન્ડન્સી, વિદ્યાકુંજ સોસાયટી, લક્ષ્મીનગર સોસાયટી, મખદૂમ હાઈસ્કૂલ પાસેની સોસાયટીઓ તથા ડિપ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તાલુકાના ટીંટોઈ, સરડોઈ, બોલુંદરા, જીવણપુર સહિ‌તના ગામોમાં ભારે વરસાદ પડયો હતો. માલપુર. માલપુરમાં પણ મંગળવારે બપોરે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માલપુરના મુખ્ય માર્ગ પર વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જા‍ઈ હતી. ગત અઠવાડીયે પડેલ ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ રહેલા જ છે ત્યારે પુન: વરસાદ પડતાં આ વિસ્તારમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા હતા. ભિલોડામાં શાળા સંકુલમાં પાણી ભરાયાં ભિલોડા : ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં પણ મંગળવારે આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે હાથમતી નદીમાં નવા નીર આવ્યા હતા. તેમજ એનઆરએ વિદ્યાલયનું પ્રાંગણ વરસાદી પાણીથી ભરાઇ જતા સરોવરમાં ફેરવાઇ ગયુ હતું. ઉપરાંત હિંમતનગર, ઇલોલ, પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી, વિજયનગર તાલુકાના ચિઠોડા, અભાપુર, આંતરસૂંબા અને ધોલવાણીમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. તસ્વીર : કૌશિક સોની મોટી ઈસરોલમાં નાળાં છલકાતાં લોકો અટવાયા મોટી ઈસરોલ : મોટી ઈસરોલ અને માધુપુર વચ્ચેનું વાંઘુ વરસાદને પગલે બે કાંઠે થયું હતું. મંગળવારે બપોરે આ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નાળા છલકાઈ ગયા હતા. આ વાંઘુ બે કાંઠે થતાં ૨૦૦થી વધુ લોકો બે કાંઠે ફસાઈ ગયા હતા. રાજલી તરફ જતા વિદ્યાર્થીઓ પણ વાંઘામાં પાણી આવી જતાં અટકી ગયા હતા. અને કલાકો બાદ પાણી ઓસરતાં અવર જવર શરૂ થઈ હતી. આ વિસ્તારમાં વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. મેઘરજ તાલુકામાં વરસાદને પગલે ૩૦ થી વધુ મકાનો ધરાશાયી મેઘરજ: મેઘરજ તાલુકામાં ગત અઠવાડીયે સતત બે દિવસ સુધી પડેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ થી વધુ કાચા-પાકા મકાનો પડી ગયા હતા. દરમિયાન આ અંગેની સહાય મેળવવા માટે તાલુકા પંચાયત કચેરીએ અરજીઓ આવી હતી.ઈપલોડા, કંભરોડા, બાંઠીવાડા, ગોઢા, અદાપુર સહિ‌તના કેટલાય ગામોમાં ભારે વરસાદને કારણે મકાનો પડવાના બનાવો બન્યા હતા. આ અંગે તાલુકા પંચાયત કચેરીના ઈ.નાયબ ટીડીઓ આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, સહાય અંગેના નિયમ મુજબ ૨૪ કલાકમાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ ન નોંધાયેલો હોય અને મકાન પડવાની ઘટના સર્જા‍તાં કોઈ જ સહાય, વળતર ચુકવાતુ નથી. જેથી આવેલી તમામ અરજીઓ દફતરે રાખવામાં આવશે. કયા ડેમમાં પાણીની કેટલી સપાટી ડેમ હાલની સપાટી આવક જાવક . કયુસેક વાત્રક ૧૩૬.૧૯ પ૨૦૦ પ૦૦૦ ગુહાઇ ૧૭૦.૭૮ પ૦૦ - માઝૂમ ૧પ૭.૦૦ ૯૦૦ - હાથમતી ૧૭૭.૨૪ - - લાંક ૧૧૦.૯૯ ૮૭૦ - જવાનપુરા ૯૦.પ૦ - - હરણાવ ૩૩૧.૭૬ ૧પ૦ - મેશ્વો ૨૧૦.૭૮ પ૦ - વૈડી ૧૯૯.૪૯ ૭૦૦ ૭૪૦ ખેડવા ૨પ૬.૧૦ ૧૦૦ - ઇન્દ્રાસી ૧૭૬.૩૬ ૧૦૦ - દિવસ દરમિયાન વરસાદ(સાંજે ચાર વાગ્યા પહેલાનો) મીમીમાં તાલુકો વરસાદ કુલ વરસાદ બાયડ - ભિલોડા ૨૦ ૭૩૩ ધનસુરા ૦૨ પપ૨ હિંમતનગર ૦૮ પ૩૯ ઇડર ૦૮ ૧૦૨૮ ખેડબ્રહ્મા - ૮૯૩ માલપુર ૨૮ ૭૯૨ મેઘરજ ૨૨ ૭૦૭ મોડાસા ૦પ ૬૧૭ પ્રાંતિજ ૦૨ પપ૨ તલોદ - ૪૬૭ વડાલી - પ૪૧ વિજયનગર - ૭૦૦