ડીસાવાસીઓ આનંદો, હવાઈ પિલ્લર બનશે નવલું નઝરાનું

૩૮ લાખના ખર્ચે રિનોવેશન સહિ‌ત બગીચો બનાવી પિકનિક પોઇન્ટ તૈયાર કરાશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jun 13, 2012, 02:56 AM
hawai pillar of disa will be renovationed
એક સમયે અંગ્રેજોની છાવણી તરીકે રહેલો ડીસાનો ઐતિહાસિક હવાઇ પિલ્લર આજે જર્જરીત અવસ્થામાં મૂકાયો છે.ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા રાજય સરકારના સહયોગથી રૂ. ૩૮ લાખના ખર્ચે હવાઇ પિલ્લરને રીનોવેશન સહિ‌ત આજુબાજુ બગીચો બનાવી પિકનિક પોઇન્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે. ડીસા હાઇવે ઉપર આવેલા ઐતિહાસિક હવાઇ પિલ્લર પડવાના વાંકે છેલ્લા ઘણા સમયથી એકદમ જર્જરીત હાલતમાં ઉભો હતો. હવાઇ પિલ્લર મેદાનમાં આર.ટી.ઓ.નો કેમ્પ તેમજ દરરોજ બાંધકામ ક્ષેત્રના કારીગરો ભેગા થતા હોવાથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે હવાઇ પિલ્લર લોકો માટે જોખમી બની ગયો હતો. જેથી ડીસા નગરપાલિકાએ હવાઇ પિલ્લરનું રીનોવેશન કરી તેને પિકનિક પોઇન્ટ બનાવવાનો ઠરાવ કર્યો હતો અને જે અંતર્ગત મુખ્યમંત્રીના શહેરી વિકાસ યોજના હેઠળ અનુદાન ફાળવવા રજૂઆત કરાઇ હતી. આ અંગે નગરપાલિકા પ્રમુખ વિપુલભાઇ શાહે જણાવ્યું હતું કે, 'શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાની રજૂઆત માન્ય રાખી રૂ. ૩૮ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાં હવાઇ પિલ્લરનું રીનોવેશન, આજુબાજુ બગીચો, વોકિંગ પાથ અને બેઠક વ્યવસ્થા સહિ‌ત પિકનિક પોઇન્ટ બનાવવાની કામગીરી નક્કી કરાતા જિલ્લા કલેકટર દ્વારા સ્વીકૃતિ અપાઇ હતી. જેથી તે અંગેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાતા ઐતિહાસિક હવાઇ પિલ્લરને રીનોવેટ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.’

X
hawai pillar of disa will be renovationed
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App