નારી સંરક્ષણ કેન્દ્રમાંથી નાસી છૂટી યુવતીઓ, મચી ગઈ ચકચાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાથરૂમની બારીની ગ્રીલ તોડી પાછળનો દરવાજો કૂદી નાસી ગઇ: શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ પાલનપુર ખાતે નારી સંરક્ષણ કેન્દ્ર કાર્યરત છે. જ્યાંથી શુક્રવારે રાત્રે બે યુવતીઓ બાથરૂમની બારીની ગ્રીલ તોડી નાસી છૂટી હતી. ઘટનાની જાણ થતાં સ્ટાફમાં ભાગ-દોડ મચી જવા પામી હતી. આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવતીઓની શોધખોળ હાથ ધરી છે. પાલનપુર શહેરમાં ચકચારી બનેલી ઘટના અંગે નારી સંરક્ષણ કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ એસ.કે. પટેલીયાએ જણાવ્યું હતું કે, ધાનેરાની ખુશ્બુબેન નટવરભાઇ સોની (ઉં.વ.૧૮) પાંચ વર્ષથી જ્યારે થરાદ તાલુકાના લુણાલ ગામની કેશરબેન સવજીભાઇ પટેલ (ઉં.વ.૧૮)ને એક વર્ષથી નારી સંરક્ષણમાં રાખવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે રાત્રે બે યુવતીઓ એક પછી એક યુવતી કરવાનું બહાનું બનાવી બાથરૂમમાં ગઇ હતી. જેણે બાથરૂમની બારીની ગ્રીલ તોડી બહાર નિકળી હતી. અને પાછળના ભાગે આવેલો બંધ દરવાજો કૂદી અંધકારનો લાભ લઇ નાસી છૂટી હતી. આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.’ માતા-પિતાના ત્રાસથી બંને યુવતીઓને નારી સંરક્ષણ કેન્દ્રમાં રખાઇ હતી ધાનેરાની ખુશ્બુબેન અને થરાદ તાલુકાના લુણાલ ગામની કેશરબેનને તેમના માતા-પિતા તરફથી ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવતાં નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. જેઓ શનિવારે રાત્રે નાસી છૂટતાં સ્ટાફે તેણીના પરિવારજનોને જાણ કરી હતી. જેના પગલે શનિવારે વાલીઓ નારી સંરક્ષણ કેન્દ્રમાં દોડી આવ્યા હતા.