ઉપેરાની ઘટનાના મૃતકોની ભારે હૈયે અંતિમવિધિ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા તાલુકાના ઉપેરા ગામે કૂવાની દવાલ ધસી પડતા પાંચ શ્રમિકોના મોત થયા હતા. જેઓને ગુરુવારે સવારે સિદ્ધપુર મુક્તિધામમાં ભારે હૈયે જાસ્કાવાસીઓની ઉપસ્થિતિમાં અગ્નિ સંસ્કાર આપ્યો હતો. વડનગર તાલુકાના જાસ્કા ગામના શ્રમિકોને ઉપેરા ગામમાં ખોદકામ દરમિયાન કૂવાની દીવાલ ધસી પડતાં પાંચ શ્રમિકો દટાઇને મૃત્યુ પામ્યા હતા. ગુરુવારે સવારે ગામના રહિશો દ્વારા સવારે મુક્તિધામ ખાતે મૃતકો જેણાજી રવાજી ઠાકોર (૪૫), ઠાકોર હિતેશજી જેણાજી (૨૪), રમતુજી દિવાનજી ઠાકોર (૩૫), વિનુજી દિવાનજી ઠાકોર (૨૫), રાજુજી સરદારજી ઠાકોર (૨૫)ને એક સાથે અગ્નિસંસ્કાર કરતાં ઉપસ્થિત તમામની આંખો ભીની થઇ હતી. શાસ્ત્રોકત વિધીથી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. ડેલિગેટ પુંજાજી ઠાકોર, અમૃતજી ઠાકોર તેમજ કાંતિજી ઠાકોરે તંત્ર દ્વારા ગરીબ શ્રમિકોને યોગ્ય મદદ મળે તેવી મુક્તિધામ ખાતે માંગ કરી હતી.