આંગી માટે દુબઇ, અજમેર અને મુંબઇથી ફુલો લવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના સંઘો આજથી અંબાજી ભણી.. શહેરના મહોલ્લા-પોળના મંડળોએ મા'ડીના રથ શણગાર સાથે પગપાળા યાત્રાની તૈયારીઓ કરી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાગ લેવા પાટણ શહેરમાંથી મોટાભાગના યાત્રિકો સંઘો સાથે મંગળવારે સાંજથી અંબાજી જવા માટે પ્રસ્થાન કરી દેશે અને શુક્રવારે તેરસના દિવસે મા' અંબાના ચરણોમાં શિશ નમાવી આર્શીવાદ લેશે. જય અંબે ગોરેગાવ મહોત્સવ મંડળ પગપાળા યાત્રાસંઘ મંગળવારે રાત્રે અંબાજી જવા પ્રસ્થાન કરશે. જેમાં ૧૧પ જેટલા પદયાત્રિકો સાથે કેટલાક મુંબઇગરા પણ જોડાશે.જ્યારે શહેરના બળીયપાડા વિસ્તારમાંથી સંઘ ૮પ યાત્રાળુઓ સાથે બુધવારે વહેલી સવારે પાટણથી નીકળી શુક્રવારે અંબાજીમાં પહોંચશે. આંગી માટે દુબઇ, અજમેર અને મુંબઇથી ફુલો લવાયા શહેરમાં શાહનાપાડામાંથી મણીભદ્રયુવક મંડળ આયોજિત પગપાળા યાત્રા સંઘ સોમવારે સાંજે ર૦૦ જેટલા માઇભક્તો સાથે અંબાજી જવા નીકળશે. આવખતે માઇ ભક્તો ૯૦ મીટરની ૧૩૧ ફુટ લાંબી રૂ. ૧૧ હજારના ખર્ચે ર્તૈયાર થયેલી ધજા માતાજીને સાદર કરાશે તેમજ માતાજી અને મણીભદ્ર વીરદાદાના શણગાર માટે દુબઇ, અજમેર અને મુંબઇથી ફુલો લાવવામાં આવનાર છે. માઇભક્તો પૂનમના દિવસે અંબાજીમાં જગદંબાનો નવચંડી યજ્ઞ કરશે તેવું કાન્તીભાઇ પટેલ અને સંજય પટેલે જણાવ્યું હતું. નાગપુર,સુરત, બરોડાનાભક્તો પાટણથી સંઘમાં અંબાજી જશે સુનિલ મોદી અને સચિનભાઇ મોદીએ જણાવ્યું હતું કે, શ્રીનારસુંગા વીરદાદા પગપાળા સંઘમાં નાગપુર, સુરત, બરોડા, અમદાવાદ, મુંબઇ, ડીસા અને જયપુર સહિ‌તના શહેરોના લોકો પાટણથી પગપાળા અંબાજી જશે. જેમાંમુંબઇ અને નાગપુર વિસ્તારના મરાઠી સમાજના લોકો સહિ‌ત ૨૧પ ભક્તો સાથે મંગળવારે અંબાજી જવા નીકળશે. પાટણથી આજે પ્રસ્થાન થનાર સંધો દ્વારકેશ મિત્રમંડળ સંઘ રાત્રે ૧૭૦ પદયાત્રીઓ સાથે નીકળશે. જળચોક યુવક મંડળ પગપાળા સંઘ બપોરે ૧૦૦ જેટલા યાત્રીઓ સાથે પ્રસ્થાન કરશે સોનીવાડાના નાકા પાસેથી જયઅંબે બાળ મંડળ યાત્રા સંઘ ૧૪૦ યાત્રીઓ સાથે પ્રસ્થાન કરશે. ઝીણીપોળ યુથ ક્લબનો જય અંબે પગપાળા સંઘ ૧૩પ માઇભક્તો સાથે રથ અને ધજા સાથે અંબાજીની વાટ પકડશે. હરસિદ્ધ અંબાજી પગપાળા સંઘ ૯૦ જેટલા શ્રદ્ધાળુઓ રાત્રે નીકળશે . નાગરલીમડી યુવક પગપાળા સંઘ ૧૦૦ જેટલા યાત્રીઓ સાથે રાત્રે નીકળશે. કસારવાડા સહપરિવાર પગપાળા સંઘ રાત્રે ૧પ૦ પદયાત્રીઓ સાથે અંબાજી જશે. ગુર્જરવાડા યુથ ક્લબ પગપાળા યાત્રા સંઘ ૧પ૦ યાત્રીઓ સાથે રાત્રે સંઘ પ્રયાણ કરશે.