સીઆરપીએફ જવાનના સન્માનભેર અંતિમ સંસ્કાર કરાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧પ વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા :સ્થાનિક પોલીસે ગામના ચોકમાં જ્યારે સીઆરપીએફના જવાનોએ અંતિમ સંસ્કાર પહેલાં અંતિમ સલામી અપાઈ છેલ્લા નાગપુરના ગઢચિરોલી ખાતે શુક્રવારે બપોરે ફરજ દરમિયાન અચાનક તબિયત લથડયા બાદ અવસાન પામેલા જવાનનો મૃતદેહ રવિવારે તેમના વતન વડસ્મા ખાતે આવી પહોંચતાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સલામી બાદ સન્માનભેર તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. મહેસાણા તાલુકાના વડસ્મા ગામના નાયી રવન્દ્રિ‌કુમાર ગાંડાલાલ (૩૯)છેલ્લા ૧પ વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા. ત્રિપુરા ખાતે ફરજ પુરી કરીને કેટલાક માસ પૂર્વે તેમની બટાલિયન-૩૭ નાગપુરના પ્રાણહિ‌તા-ગઢચિરોલી ખાતે ફરજ પર મુકાઈ હતી. દરમિયાન ગુરૂવારની રાત્રિએ માત્ર પગદંડીનો રસ્તો જ છે તેવા ત્યાંના જંગલ વિસ્તારમાં ઓપરેશન-પેટ્રોલિંગની ફરજમાં રવન્દ્રિ‌કુમાર ગયા હતા. શુક્રવારે બપોરે અચાનક તેમની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે નજીકના ચંદ્રપુરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની બટાલિયનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નારાયણભાઈ બારૈયા રવિવારે બપોરે પ્લેન મારફત તેમનો મૃતદેહ અમદાવાદ લઈ આવતાં અહીંથી અમદાવાદ રેપીડ એક્સન ફોર્સના આસી. કમાન્ડન્ટ સી.પી.તિવારી સહિ‌ત જવાનો તથા કુટુંબીજનો સન્માનભેર મૃતદેહ લઈને બપોરે વડસ્મા આવી પહોંચ્યા હતા. જ્યાં લાંઘણજ પોલીસ મથકના એએસઆઈ ખુમાનસિંહના નેતૃત્ત્વમાં સ્થાનિક પોલીસે ગામના ચોકમાં શોક સલામી આપી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પુષ્પાંજલિ બાદ પરિવારજનોના કલ્પાંત વચ્ચે નીકળેલી અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સીઆરપીએફ જવાનો દ્વારા અંતિમ સલામી અને પુષ્પાંજલિ આપ્યા બાદ સન્માનભેર અંતિમ સંસ્કાર કરાયા હતા. રવન્દ્રિ‌કુમાર ગત રવિવારે જ ફરજ પર પરત ગયા હતા રવન્દ્રિ‌કુમાર બે માસની રજા લઈને ગાંધીનગર સીઆરપીએફ ક્વાટરમાં રહેતા પિતા, ચાર પુત્રીઓ તથા પત્ની સહિ‌તના પરિવાર પાસે આવ્યા હતા. રજાઓ પૂરી થતાં ગત રવિવારે તેઓ નાગપુર જવા રવાના થયા હતા અને શુક્રવારે તેમનું અવસાન થતાં રવિવારે તેમનો મૃતદેહ પરત આવતાં પુત્રીઓ સહિ‌ત પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી.